કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક પર્વની ઉજવણી, પરેડમાં 15 રાજ્યો અને 16 મંત્રાલયોની ઝાંખી

  • January 27, 2025 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈકાલે 76મા ગણતંત્ર દિવસ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય પથ પર તિરંગો ફરકાવ્યો હતો. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો ત્યાં મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. જેમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો. આ વખતે ગણતંત્ર દિવસની થીમ ’ગોલ્ડન ઈન્ડિયા: હેરિટેજ એન્ડ ડેવલપમેન્ટ’ હતી.
પરેડની શરૂઆત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. 300 કલાકારોએ સંગીતનાં સાધનો વગાડી પરેડ કાઢી હતી. ત્યારબાદ ઈન્ડોનેશિયાના સૈન્ય કર્મચારીઓની ટુકડી કર્તવ્ય પથ પરેડિંગ પર પસાર થઈ હતી. ભારતીય સેનાના જવાનોએ ભીષ્મ ટેન્ક, પ્નિાકા મલ્ટી લોન્ચર રોકેટ સિસ્ટમ સાથે કૂચ કરી. એરફોર્સ ફ્લાયપાસ્ટમાં 40 વિમાનોએ ભાગ લીધો હતો. જેમાં 22 ફાઈટર જેટ, 11 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને 7 હેલિકોપ્ટર સામેલ હતા. અપાચે, રાફેલ અને ગ્લોબ માસ્ટર આ ફ્લાય પાસ્ટનો ભાગ હતા. પરેડમાં 15 રાજ્યો અને 16 મંત્રાલયોની ઝાંખીઓ જોવા મળી હતી. પ્રથમ વખત, 5 હજાર કલાકારોએ કર્તવ્ય પથ પર એક સાથે રજૂઆત કરી.
વડાપ્રધાન મોદીએ પ્રજાસત્તાક પર્વની પાઠવી શુભેચ્છાઓ
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં વડા પ્રધાને લખ્યું, પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે આપણા ભવ્ય પ્રજાસત્તાકની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આ પ્રસંગે, આપણે આપણા બંધારણનો મુસદ્દો ઘડનારા અને લોકશાહી, એકતા અને ગૌરવમાં આપણી યાત્રા ચાલતી રહે તે સુનિશ્ચિત કરનારા તમામ મહાન મહિલાઓ અને પુરુષોને નમન કરીએ.કર્તવ્ય પથ પર વડાપ્રધાન મોદીએ કચરો ઉપાડ્યો
કર્તવ્ય પથ પર વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરતી વખતે કચરો ઉપાડીને સ્વચ્છતાનું મહત્વ દશર્વ્યિું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે મોદી કચરો ઉપાડતા અને પોતાના પર્સનલ સિક્યોરિટી ગાર્ડને આપતા જોવા મળી રહ્યા છે, જેણે તેને પોતાના ખિસ્સામાં રાખ્યો હતો. પીએમે આવું પહેલીવાર નથી કર્યું. તેણે ઘણી વખત કચરો ઉપાડ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application