ભાજપના ૧૮ કોર્પેારેટરના ૩૫ પ્રશ્નો, કોંગ્રેસના ત્રણ કોર્પેારેટરના ૯ સહિત ૪૪ પ્રશ્નો થયા રજૂ

  • September 13, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.૨૦ સપ્ટેમ્બરના રોજ મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં ભાજપના ૧૮ કોર્પેારેટરોએ કુલ ૩૫ પ્રશ્નો અને કોંગ્રેસના ત્રણ કોર્પેારેટરોએ ૯ પ્રશ્નો સહિત કુલ ૨૧ કોર્પેારેટરોએ ૪૪ પ્રશ્નો ઈનવર્ડ કરાવ્યા છે.
પ્રશ્નકાળમાં તો ફકત એક થી બે પ્રશ્નોની ચર્ચા થશે પરંતુ અન્ય કોર્પેારેટરો એ પૂછેલા પ્રશ્નોના જવાબ તેમને બોર્ડ મીટીંગ પૂર્ણ થયા બાદ લેખિતમાં મોકલી આપવામાં આવશે. જોકે હાલ તો અધિકારીઓ અને ઇજનેરો આ પ્રશ્નોના જવાબ તૈયાર કરવા માટે ઉંધા માથે થઇ ગયા છ

કયા કોર્પેારેટરએ કયા મુદ્દે સવાલો ઉઠાવ્યા  ૧ હિરેનભાઈ ખીમાણીયા: રસ્તાકામ એકશન પ્લાન, ટેકસ રિકવરી
૨ વર્ષાબેન રાણપરા: સ્માર્ટ સિટી પ્રોજેકટ, કોમ્યુનિટી હોલની ભાડા આવક
૩ જીતુભાઈ કાટોળીયા: ડેંગ્યુ, મેલેરિયા, પાણીજન્ય રોગચાળો
૪ મંજુબેન કુગશીયા: મનપામાં કુલ કેટલી જગ્યા ખાલી, મોબાઇલ લાઈબ્રેરી લાભાર્થી સંખ્યા કેટલી
૫ નીતીનભાઈ રામાણી: આરોગ્ય કેન્દ્રો કેટલા દર્દી આવ્યા, મ્યુનિ.બિલ્ડીંગ્સમાં કેટલા સોલાર ફ ટોપ કેટલા
૬ ચેતનભાઈ સુરેજા: પ્લોટ ભાડે આપવાના નિયમો શું ? પે એન્ડ પાર્કની વાર્ષિક આવક કેટલી
૭ સુરેન્દ્રસિંહ વાળા: ૧૫મા નાણાં પંચની કેટલી ગ્રાન્ટ મળી, જનભાગીદારીથી કેટલા કામ થયા
૮ પુષ્કરભાઈ પટેલ: વરસાદી પાણીના નિકાલની શું કામગીરી કરાઇ, વહીકલ ટેકસ, થિયેટર ટેકસની આવક કેટલી
૯ સોનલબેન સેલારા: ફ્રી વાઇફાઇ કેટલા સ્થળે છે ? ભંગાર ચીજ વસ્તુઓ હરાજીના નિયમો શું ?
૧૦ કોમલબેન ભારાઈ: ઢોર ડબ્બામાં કેટલી ગાયોના મોત, ડ્રેનેજની ફરિયાદો, કેટલા ફાયર એનઓસી ઇસ્યુ
૧૧ નરેન્દ્રભાઈ ડવ: ટેકસ બ્રાન્ચએ કેટલી નોટિસો આપી, મ્યુનિ.મિલકતોની કુલ સંખ્યા કેટલી
૧૨ હાર્દિકભાઈ ગોહેલ: ટેકસ અને પાણીના બિલ લિંક કરવા શું કરવાનું ? અનલિન્કમાં કેટલો વેરો બાકી ?, મિલકત સીલ પછી રિકવરી ન થાય તો શું પગલાં ?
૧૩ દિલીપભાઇ લુણાગરીયા: સફાઈ માટે કેટલા જેસીબી ઉપલબ્ધ, કેટલા ટ્રાફિક સર્કલ લોકભાગીદારીથી ડેવલપ ?
૧૪ રસિલાબેન સાકરીયા: કેટલા નાગરિકોએ એડવાન્સ મિલ્કતવેરો ભર્યેા ? ફડ બ્રાન્ચએ કેટલા સેમ્પલ લીધા ?
૧૫ કેતનભાઇ પટેલ: ઇબાઈક અને સાઈકલમાં કેટલી સબસીડી અપાઈ, સરકારની કેટલી ગ્રાન્ટ વપરાઇ ?
૧૬ પરેશભાઇ આર.પીપળીયા: ટેકસનું બાકી લેણું કેટલું ? સ્ટ્રીટ લાઇટની કેટલી ફરિયાદો ?
૧૭ વશરામભાઈ સાગઠિયા: આજી રિવર ફ્રન્ટ, રામનાથ કોરિડોર, સફાઈ કામદાર ભરતી, સ્મશાન લાકડા કૌભાંડ
૧૮ પ્રીતિબેન દોશી: આઉટ સોર્સ એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટર કેટલા ? તેમની મુદ્દત કેટલી ?
૧૯ નરેન્દ્રસિંહ વાઘેલા: કેટલા માર્ગેા ઉપર રાત્રી સફાઈ થાય છે ?
૨૦ ચિતાબેન જોષી: પ્રોફેશનલ ટેકસના રજિસ્ટ્રેશન કેટલા અને આવક કેટલી ?, ખાલી પડેલા આવાસોનું ચેકિંગ કયારે થયું હતું ?, ફેઇલ ગયેલા ફડ સેમ્પલમાં શું કાર્યવાહી થઇ ?
૨૧ મકબુલભાઇ દાઉદાણી: અિકાંડ પછી કેટલા બાંધકામ પ્લાન ઇનવર્ડ થયા, તેમાંથી કેટલા મંજુર અને કેટલા નામંજૂર સહિતના ત્રણ પ્રશ્ન



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application