ગાંધીનગરમાં જૂના સચિવાલયની કાયાપલટ માટે ૪૦૦ કરોડનો પ્રોજેકટ

  • August 23, 2023 02:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકાર દ્રારા જુના સચિવાલયની કાયાપલટ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે. એક સમયે યાંથી રાયનો કારોબાર ચલાવાતો હતો, તે જુના સચિવાલયના બ્લોક બંધાયાને ૪૬ વર્ષના વ્હાણા વાયાની સાથે ઇમારતો જર્જરિત બની છે. હવે પિયા ૪૦૦ કરોડની લાગત સાથેના રિડેવલપમેન્ટ પ્લાનમાં પ્રથમ તબક્કે બે બ્લોકનું બાંધકામ બે મહિનામાં શ કરાશે. અધિકારી સુત્રોએ કહ્યું કે ૭ માંળના નવા ૮ બ્લોક બાંધીને હાલના ૧૯ બ્લોકને તેમાં સમાવી દેતી ડિઝાઇન તૈયાર કરાઇ છે. આ તમામ બિલ્ડીંગો આધુનિક સુવિધા ની સાથે ઇકો ફ્રેન્ડલી બનાવવા માં આવશે જેમાં સોલાર સિસ્ટમ વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયકિંલગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરીને વધુ આકર્ષક લેન્ડસ્કેપ તૈયાર કરાશે.

નોંધવું રહેશે, કે ગત બજેટ સત્રમાં માર્ગ અને મકાન વિભાગની માંગણી પરની ચર્ચા દરમિયાન મંત્રી કક્ષાએથી આ યોજનાની જાહેરાત કરાઇ ત્યારે જણાવાયુ હતું, કે ડો. જીવરાજ મહેતા ભવન એટલે, કે જુના સચિવાલયના રિડેવલપમેન્ટ અંતર્ગત બે નવા બ્લોકનું બાંધકામ ૧૦૦ કરોડના ખર્ચે કરાશે. જેની કામગીરી વર્ષ ૨૦૨૩માં જ શ કરવાની જાહેરાત કરાઈ છે. જૂના સચિવાલયનું પિયા ૪ અબજનાં ખર્ચે રિડેવલોપમેન્ટ કરવા માટેનો માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાયો છે. જેનાં અંતર્ગત સમયાંતરે સાડાચાર દાયકા જૂના સચિવાલયના જૂનવાણી સ્ટાઈલના બ્લોક તોડી પાડવામાં આવશે. જેના પગલે મોટા ક્ષેત્રફળની જમીન ખુલ્લી થશે.

ગાંધીનગરની પાટનગર તરીકે ૧૯૭૧માં સ્થાપના કરાયાના પાંચ વર્ષ બાદ જ ૧૯૭૬માં બાંધવામાં આવેલા જૂના સચિવાલયના બ્લોકમાં હાલના સમય જરત પ્રાણેની સુવિધાઓ સ્વાભાવિક રીતે જ નથી. પરિણામે નવા કેમ્પસનો નવો લે આઉટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને કોર્પેારેટ લુક અને આજની જરી સુવિધાઓ સાથે નવા બ્લોકસ અને કેમ્પસની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. કુલ મળીને આઠ બ્લોક બાંધવામાં આવનાર છે, પરંતુ બે–બેના જોડકામાં એક પછી એક બાંધકામ શ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરી સુત્રોના જણાવવા પ્રમાણે જુના સચિવાલયમાં હાલના બ્લોક ૩ માળના છે. જે તે સમયે પણ ત્રણ દાયકાની જરતને ધ્યાને રાખીને આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ ૪૬ વર્ષ બાદ નવા પ્લાનમાં સાત માળના બ્લોક બાંધવાના હોવાથી દરેક નવા બ્લોકમાં જુના ત્રણ બ્લોકને સમાવી દેવાશે. ઉલ્લેખનિય રહેશે, કે ૧૯૮૫થી મંત્રી મંડળ અને વિધાનસભા નવા સચિવાલયમાં બેસે છે. જુના સચિવાલયમાં હાલમાં પાકિગની સમસ્યા વિકટ બની છે. ૧૯૭૬માં જેટલી સરકારી ગાડીઓ હતી, તેનાથી ચારગણી ગાડીઓ હવે કર્મચારીઓની હોય છે. નવી યોજનાથી વિશાળ જમીન ફાજલ પડતાં ત્યાં પાકિગ વિકસાવવાની સાથે હરિયાળી માટે પણ પુશ્કળ જગ્યા ફાળવાશે. આ ઉપરાંત નવા કેમ્પસમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ, બ્લોકસના ધાબા પર મોટી ક્ષમતાની સોલર સિસ્ટમ પણ લગાડવામાં આવશે. કેન્ટિનની સુવિધા પણ અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે કરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application