વિશ્વના ૪૦ ટકા લોકા સસ્તા ડેટાને કારણે 'ઈન્ટરનેટ ગરીબી'થી મુકત થયા

  • October 16, 2023 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


છેલ્લા ત્રણ દાયકામાં ઈન્ટરનેટ એ લકઝરીમાં બદલાઈ ગયું છે. ૨૦૧૫ થી વિશ્વભરમાં ઇન્ટરનેટ ગરીબીમાં જીવતા લોકોની એટલે કે વધુ પડતો ઇન્ટરનેટનો ઉપયોગ.કરતા લોકોની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયો છે આ સાથે ઈન્ડેકસ અનુસાર એશિયાઈ દેશોમાં ઈન્ટરનેટ ગરીબીમાં સૌથી વધુ ૫૦ ટકા નો ઘટાડો થયો છે ઈન્ટરનેટ ગરીબી સૂચકાંક (આઇપીઆઇ ) અનુસાર ઈન્ટરનેટ ગરીબીમાં આ મહત્વ પૂર્ણ ઘટાડો ડેટા પેકેજની કિમતોમાં થયેલા ઘટાડાને પગલે જોવા મળ્યો છે.


મહત્વનું છે કે વૈશ્વિક સ્તર પર ઇન્ટરનેટ ગરીબી નો સામનો કરનારા ઓ માં મહિલાઓની સંખ્યા પુષો ની સંખ્યા કરતા વધુ છે ૨૦૧૫ બાદ દરેક મહાદ્રીપ માં ડેટા એકસીસ ખર્ચમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આફ્રિકન દેશોમાં સૌથી વધુ ઘટાડો થયો છે જોકે ઓછી કિમત હોવા છતાં આફ્રિકા ઇન્ટરનેટની પહોચથી ઘણું દુર છે તેનું મુખ્ય કારણ ગરીબી હોવાનું માનવામાં આવે છે
૨૦૧૫ બાદ ઘણા દેશો એ ઇન્ટરનેટની સરેરાશ કિમતમાં ૨૪ ટકા જેટલો ઘટાડો કર્યેા જોકે અલગ અલગ દેશોમાં તેની સરેરાશ કિમત અલગ અલગ રહી જેમકે કૈરેબીયાઈ માં ૧૭ ટકાનો વધારો થયો તો તેનાથી વિપરીત અલોન્ગા માં ૯૦ ટકા, ગીની બિસાઉ માં ૭૫ ટકા, ગામ્બિયા ૭૨ ટકા અને સીઅરા લિયોને ૬૯ ટકા સહીત ઘણા પશ્ચિમી આફ્રિકન દેશોએ પોતાની મૂળભૂત જરિયાત મુજબ ઇન્ટરનેટ ડેટા પેક ની કિમતોમાં ઘટાડો કર્યેા.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષેા માં દુનિયામાં ઇન્ટરનેટ ગરીબી ને દુર કરવાની દિશામાં ઘણી પ્રગતી થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application