શહેરના ગુરુદ્વારા નજીક લક્ઝરી બસમાંથી 4 બેટરીની ચોરી

  • December 09, 2024 10:08 AM 

જામનગરમાં ગુરુદ્વારા નજીક પાર્ક કરવામાં આવેલી બે ખાનગી લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો રૂપિયા 20 હજાર ની કિંમતની ચાર નંગ બેટરીની ચોરી કરી લઈ ગયા હતા.


જે બેટરીની ચોરીના બનાવ અંગે લક્ઝરી બસના માલિક ભરત રાણાભાઇ રબારી નામના ટ્રાવેલ્સ સંચાલકે સીટી-બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.એ. મકવા એ બનાવના સ્થળે પહોંચી જઈ તપાસ શરૂ કરી છે, અને નજીકના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો દોર આગળ ધપાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application