જામનગર: ખોડીયાર કોલોનીમાં પાના ટીંચતા ચાર શખ્સની અટકાયત
સિદસર અને કાલાવડમાં બે વર્લી ભકત આબાદ પકડાયા
જામનગરના ખોડીયાર ચોકી પાછળ શકિતનગર ગલીમાં લાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા, જયારે બે વર્લીબાઝ ઝપટમાં આવ્યા હતા.
શકિતનગર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતા વડે જુગાર રમતા લાલપુરના બબરજર ગામના કરશન ભીમા કરમુર, જામનગર મયુરનગરના પ્રકાશ પીઠા ગોજીયા, આદર્શ સોસાયટીના સિઘ્ધરાજસિંહ સતુભા ચુડાસમા, રાજ ચેમ્બર પાછળ રહેતા સંદીપ યોગેશ ડુવા નામના શખ્સોને રોકડા ૪૨૩૦૦ અને ગંજીપતા સાથે સીટી-સી પોલીસે દબોચી લીધા હતા.
આ ઉપરાંત જામજોધપુરના સિદસર ગામમાં રહેતા લલીત ઉર્ફે લાલો જેન્તી વઘેરા નામના ઇસમને ગામના સંકુલ ગેઇટ વિસ્તારમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૮૦ અને એક કાપલી સાથે ઝડપી લીધો હતો.
જયારે કાલાવડના ચમન ટેકરીમાં રહેતા રસિદ હારૂન બાનાણી નામના શખ્સને બસ સ્ટેન્ડ સામેના રોડ પર વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૨૬૦ અને એક ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો.