BREAKING NEWS

જામનગરમાં ૧પ દિવસ પહેલા પરણેલા ૩૭ વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ

  • December 24, 2025 05:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



હાલારમાં હાર્ટએટેકના હુમલાનું પ્રમાણ વઘ્યું છે, જામનગર શહેરના રાજ પાર્કમાં રહેતા હજુ ૧૫ દિવસ પહેલા લગ્ન થયેલ યુવાનનું હ્યદયરોગના હુમલાથી અવસાન થયું છે. હજુ ગયા શુક્રવારે જ નાયબ મામલતદારનું હ્યદયરોગના હુમલાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં ૩૭ વર્ષના યુવાનનું હ્યદયરોગના કારણે અવસાન થતાં પરિવારજનોમાં પર આભ ફાટી પડ્યો છે, ૧પ દિવસની જ નવોઢા વિધવા બની ગઇ છે, બે બહેનોનો એકનો એક ભાઇ ન રહેતા પરિવારમાં ચોમેર આક્રંદ છવાઇ ગયો છે અને વધુ એક વખત હાલારમાં કાર્ડીયાએરેસ્ટના ચિંતાજનક કિસ્સા વધતા દેખાઇ રહ્યા છે, જેમાં યુવાનોનો પણ સમાવેશ છે.


આઇટી કંપનીમાં ફરજ બજાવતા અને રાજ પાર્ક શેરી નં. ૩ ખાતે રહેતા હાર્દિક મનહરભાઇ પરમાર (ઉ.વ. ૩૭) નું સોમવારે બપોરે ર વાગ્યાની આસપાસ ચાલુ ફરજે હ્યદગરોગનો હુમલો આવતા અવસાન થયું હતું. ક‚ણાંતિકા વધુ એ છે કે હજુ ગત છઠ્ઠી ડિસેમ્બર શનિવારના રોજ તેમની વાજતે ગાજતે જામખંભાળીયા ખાતે જાન ગઇ હતી અને નરેન્દ્રભાઇ મોહનભાઇ કણઝારીયાની સુપુત્રી રિંકલ સાથે વિવાહ થયા હતા, ૧પ દિવસ બાદ જ આ યુવાન વરરાજાનું નિધન થતાં બન્ને પરિવારો પર આભ તૂટી પડ્યું છે.


હાલારમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હ્યદયરોગના હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વઘ્યું છે ત્યારે પરમાર પરિવારના વધુ એક યુવાનનું હ્યદગરોગના હુમલાથી મૃત્યુ નિપજતાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. હાર્દિક બે બહેનોનો એક જ ભાઇ હતો, બન્ને બહેનોમાં નાનો હોવાથી પરિવારમાં પણ ખૂબ જ લાડકો હતો, હજુ તા. ૧૮/૧૧/ર૦રપ ના રોજ જન્મદિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી, લગ્નના ૧પ દિવસ બાદ જ હાર્દિકનું હ્યદગરોગના હુમલાના કારણે મૃત્યુ થતાં સમગ્ર રાજપાર્કમાં પણ શોકનો માહોલ છવાઇ જવા પામ્યો છે.
​​​​​​​

સોમવારે બપોરે હાર્દિકનું હાર્ટએટેકથી ગઇકાલે બપોરે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી, જેમાં બહોળી સંખ્યામાં સતવારા સમાજ, પરમાર પરિવાર અને કણઝારીયા પરિવાર ભગ્ન હ્યદયે જોડાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application