BREAKING NEWS

પંચાયતોના રાજ્યભરના જુદી-જુદી કેડરના 322 કર્મચારીઓની જિલ્લા ફેર બદલી

  • January 06, 2026 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પંચાયત સેવાના સીધી ભરતીના બિન રાજ્ય પત્રિત કર્મચારીઓની આંતર જિલ્લા ફેર બદલીનો હુકમ ગઈકાલે સાંજે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. સરકારે રાજ્યભરના જુદા જુદા જિલ્લાઓના અલગ અલગ કેડરના 322 કર્મચારીઓની બદલી કરી છે.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ જેમની બદલી કરવામાં આવી છે તેમાં તલાટી કમ મંત્રી ફિમેલ હેલ્થ વર્કર લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર મુખ્ય સેવિકા સ્ટાફ નર્સ ગ્રામ સેવક જુનિયર ફાર્માસિસ્ટ આંકડા મદદનીશ જેવી પોસ્ટ વાળા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

સરકારે પંચાયત વિભાગના આ તમામ કેડરના કર્મચારીઓ પાસે જિલ્લા ફેર બદલી માટે જો પોતે ઈચ્છતા હોય તો ઓનલાઇન અરજી કરવા જણાવ્યું હતું અને આવી અરજીઓ આવ્યા પછી તેના પણ નિર્ણય લેવાયો છે. તમામ કિસ્સાઓમાં જિલ્લા ફેર બદલી સ્વવિનંતીથી હોવાના કારણે કોઈપણ કર્મચારીને કોઈ પણ પ્રકારના મુસાફરી ખર્ચ બદલી ભથ્થું કે જોઇનિંગ પિરિયડ માટે સમય મળશે નહીં.

સરકારનો હુકમ મળ્યેથી મૂળ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક સંબંધિત કર્મચારીને છૂટા કરવાના આદેશ કરી એની એક નકલ બદલી વાળા જિલ્લાના ડીડીઓને તથા રાજ્ય સરકારને મોકલી આપવાની રહેશે અને આ અંગેની તમામ માહિતી વેબ પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

સરકારે વધુમાં જણાવ્યું છે કે ગંભીર બીમારીના કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારીએ સંબંધિત કર્મચારી દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રમાણપત્રની ખરાઈ કર્યા પછી જ છુટા કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવાની રહેશે. બદલીના કારણે સંબંધિત જિલ્લામાં અનામત જગ્યાઓની વધઘટના કિસ્સામાં ભવિષ્યમાં સદર જગ્યાઓ સરભર કરવાની શરતે કાર્યવાહી કરવા જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application