રાજકોટ મહાપાલિકામાં આગામી તા.18 જાન્યુઆરીના રોજ જનરલ બોર્ડ મિટિંગ મળનારી છે, આજરોજ પ્રસિદ્ધ થયેલા બોર્ડ મિટિંગના એજન્ડામાં સાગઠિયા ચોક નામકરણ કરવા સહિતની કુલ નવ દરખાસ્તો સમાવિષ્ટ છે, દરમિયાન જનરલ બોર્ડની પ્રશ્નોત્તરી અંતર્ગત આજે બપોરે આ લખાય છે ત્યારે 2-30 કલાક સુધીમાં ભાજપ્ના 16 કોર્પોરેટરોએ કુલ 32 પ્રશ્નો ઇનવર્ડ કરાવ્યા છે. જ્યારે વિપક્ષ કોંગ્રેસના એક પણ કોર્પોરેટરએ એક પણ પ્રશ્ન ઇનવર્ડ કરાવ્યો નહીં હોવાનું જાણવા મળે છે.
બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં પ્રથમ ક્રમે વોર્ડ નં.પાંચના ભાજપ્ના કોર્પોરેટર ડો.હાર્દિક ગોહિલએ શહેરમાં છેલ્લા બે વર્ષમાં બાંધકામ, ડ્રેનેજ, વોટર વર્કસ, રોશની વિગેરે શાખાઓએ કરેલી કામગીરીની વોર્ડવાઇઝ વિસ્તૃત વિગતો માંગી છે. આ એક જ પ્રશ્નની ચચર્મિાં રાબેતા મુજબ એક કલાકનો પ્રશ્નકાળ પૂર્ણ થઇ જશે તેવી શક્યતા છે.
બોર્ડ મિટિંગના એજન્ડાની નવ દરખાસ્તોમાં (1) વોર્ડ નં.12માં પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, શ્યામલ વાટિકા પાસે, ટી.પી.15(વાવડી)ના એફ.પી.15/એ+28/એ માં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબ્લ્યુએસ-1 કેટેગરીની મનસુખભાઈ છાપિયા ટાઉનશીપમાં આવેલ કોમ્યુનિટી હોલનું રંજનબેન રાવલ કોમ્યુનિટી હોલ નામકરણ કરવા (2) સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન ફંડેડ કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવેલોપમેન્ટ ઈન ઇન્ડિયા (કેપેસીટીસ) ફેઝ-2 પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ શહેર માટે ઇકલી સાઉથ એશિયા દ્વારા રજુ કરવામાં આવેલ ક્લાઈમેટ રેસીલિએન્ટ સીટી એક્શન પ્લાન-ટુવર્ડસ નેટ ઝીરો ફ્યુચર બાય 2070 અંગે નિર્ણય લેવા (3) અરવિંદભાઈ મણીઆર પુસ્તકાલયના બોર્ડમાં સભ્ય તરીકે રાજકોટ મહાનગરપાલિકાના પ્રતિનિધિની નિમણુંક કરવા (4) ભારત સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત શહેરની ટી.પી સ્કીમ નં.32(રૈયા) 930 એકર જગ્યામાં વિકસાવવામાં આવેલ અટલ સ્માર્ટ સિટી- રાજકોટ વિસ્તારમાં ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા મુકવા (5) સ્માર્ટઘર-4(વીર તાત્યાટોપે ટાઉનશીપ) અને સ્માર્ટઘર-6(શહીદ રાજગુરૂ ટાઉનશીપ) યોજના અંતર્ગત બનાવવામાં આવેલ આવાસોની કિંમત નક્કી કરવા (5) સન ટુ હ્યુમન રાજકોટ પરિવાર દ્વારા પરમ પૂજ્ય અલયજીની શિબિરના આયોજન માટે રેસકોર્ષ વિભાગ-એ-બી, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિ રમેશ પારેખ રંગદર્શન ઓપ્ન એર થિયેટર વિનામુલ્યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા (7) રાજકોટ રનર્સ એસોશિએશન દ્વારા નાઈટ હાફ મેરેથોનના આયોજન માટે રેસકોર્ષ ગ્રાઉન્ડના તમામ વિભાગો, કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ગ્રાઉન્ડ તથા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન ઓપ્ન એર થિયેટર વિનામુલ્યે ફાળવવામાં આવેલ જે બહાલ રાખવા () શહેરના વોર્ડ નં.11માં પંચશીલનગરની બાજુમાં આવેલ મવડી સ્મશાનની આગળના ચોકનું કલ્પેશ સાગઠીયા ચોક નામકરણ કરવા તેમજ (9) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રોજકામ ધ્યાનમાં લેવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે.
ભાજપના 16 કોર્પોરેટરના 32 પ્રશ્ર્નો ઇનવર્ડ
પ્રશ્ન ક્રમ કોર્પોરેટર પ્રશ્ન સંખ્યા
1. હાર્દિકભાઇ ગોહિલ 2
2. રસિલાબેન સાકરીયા 2
3. અશ્વિનભાઇ પાંભર 2
4. ભારતીબેન પરસાણા 2
5. ચેતનભાઈ સુરેજા 2
6. કંચનબેન સિધ્ધપુરા 2
7. નિતીનભાઇ રામાણી 2
8. કિર્તિબા રાણા 2
9. જયાબેન ડાંગર 2
10. દિલિપભાઇ લુણાગરીયા 2
11. જ્યોત્સનાબેન ટીલાળા 2
12. મીનાબા જાડેજા 2
13. રાણાભાઇ સાગઠીયા 2
14. કુસુમબેન ટેકવાણી 2
15. વિનુભાઇ સોરઠીયા 2
16. ડો.અલ્પેશભાઇ મોરઝરીયા 2
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech