રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ હેઠળ વધુ ૩૧૭૦ આવાસોનું નિર્માણ કરાશે
રાજકોટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ હેઠળ વધુ ૩૧૭૦ આવાસોનું નિર્માણ કરાશે
April 01, 2026 06:13 PM
રાજકોટ મહાપાલિકા દ્રારા બજેટ શહેરના આર્થિક રીતે નબળા વર્ગ, ઘરવિહોણા પરિવારો તથા નજીવાદરે આવાસની જરિયાત ધરાવતા નાગરિકોને સુવિધાસભર પાક્કા આવાસ ઉપલબ્ધ કરાવવાના હેતુસર મહત્વપૂર્ણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્રારા કરાયેલ જાહેરાત મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ અંતર્ગત ઇકોનોમિક વીકર સેકશન ૧ અને ૨ પ્રકારના કુલ ૩૧૭૦ આવાસોના નિર્માણ માટેનું ટેન્ડર આજે નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે રાજકોટ મહાપાલિકાની વેબસાઈટ ઉપર પ્રસિદ્ધ કરાયું છે. વિશેષમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા શહેરના દરેક નાગરિકને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ૨.૦ અંતર્ગત વધુમાં વધુ લાયકાત ધરાવતા લાભાર્થીઓને લાભ મળે તે માટે પારદર્શક અને સુવ્યવસ્થિત પ્રક્રિયા અપનાવવામાં આવશે. આવાસોના નિર્માણ કાર્યને ગુણવત્તા સાથે સમયમર્યાદામાં પૂર્ણ કરવા ખાસ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત આવાસો વિકસિત થનારા વિસ્તારોમાં જરી શહેરી સુવિધાઓનું સંકલન કરવામાં આવશે, જેથી લાભાર્થીઓને રહેઠાણ સાથે જીવન માટે જરી મૂળભૂત સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય. આ યોજનાના અમલીકરણથી શહેરના સમાન વિકાસને પ્રોત્સાહન મળશે તેમજ સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોના જીવનસ્તરમાં સુધારો થશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા હવે આગામી તબક્કામાં કાર્ય આદેશ આપવામાં આવશે અને આવાસોના નિર્માણ કાર્યને તબક્કાવાર રીતે શ કરવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદામાં આવાસો તૈયાર કરી લાભાર્થીઓને સોંપવા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા આયોજન કરવામાં આવ્યું છે