રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા મિલ્કતવેરના બાકીદારો પાસેથી વેરા વસુલાત કરવા ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડા ,ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર અને ઇન્સપેકટરો દ્રારા વેરા રિકવરી ડ્રાઇવ હાથ ધરાઇ છે જેમાં આજે ગાંધીગ્રામના નાણાવટી ચોકના જાસલ કોમર્શિયલ કોમ્પ્લેકસમાં બે દુકાનો, ઢેબર રોડ એસટી બસ પોર્ટમાં ૧૩ દુકાનો સહિત સમગ્ર શહેરમાં મિલ્કતવેરાના બાકીદારોની ૩૦ પ્રોપર્ટી સીલ કરતા બાકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ચાલુ નાણાંકીય વર્ષના .૪૧૦ કરોડના ટાર્ગેટ સામે આજે બપોરે વેરા વસુલાતનો કુલ આકં ૩૨૦.૨૫ કરોડએ પહોંચ્યો છે.
વિશેષમાં ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે, મ્યુનિ. વોર્ડ નં.૧માં ગાંધીગ્રામમાં શ્યામનગર શેરી નં.૬માં હેતધારા મિલકતને નોટીસ સામે રિકવરી .૭૯,૯૭૦, નાણાવટી ચોકમાં સતાધાર પાર્કમાં શેરી નં.૫માં એક યુનિટને નોટીસ સામે રિકવરી .૫૦૦૦, નાણાવટી ચોકમાં જાસલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ફોર્થ લોર પર શોપ નં.૩૨૬ અને ૪૧૦ સહિત બે યુનિટને સીલ, વોર્ડ નં.૨માં માધાપર ૧૫૦ ફીટ રિંગ રોડ બીઆરટીએસ બસ સ્ટેન્ડની બાજુમાં ઓમ શ્રેયકર વિધાલયને નોટીસ સામે રિકવરી .બે લાખ, વોર્ડ નં.૪માં ભગવતીપરામાં સુખસાગર હોલ પાછળ સમન્વય હાઈટસ ગોલ્ડ–૮ માં ત્રણ યુનિટના નળ કનેકશન કપાત સામે રિકવરી .૧.૧૮ લાખ, વોર્ડ નં.૫માં કુવાડવા રોડ પર પટેલનગરમાં ૧–યુનીટ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૦,૦૦૦, શ્રી રણછોડ નગર કો–ઓપરેટીવ નજીક હોટેલ ધ ફાર્મ એન્ડ કિષ્ના કિસાન વેલર્સને નોટીસ સામે રિકવરી .૩.૪૦ લાખ, શ્રી સદગુ રણછોડનગર કો–ઓપરેટીવ નજીક શ્રી મેહત્પલ વિધાલયને નોટીસ સામે રિકવરી .૮૦૦૦૦, વોર્ડ નં.૭માં ઢેબર રોડ ઉપર એસ.ટી બસ પોર્ટમાં થર્ડ લોર ઉપર ઓફીસ નં.૯, ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૭, ૧૮, ૨૦, ૨૧, ૨૨, ૫૭ સહિત કુલ–૧૩ યુનીટ સીલ, વોર્ડ નં.૧૦માં કાલાવડ રોડ પર પરિમલ સ્કુલ સામે તુલસી એપાર્ટમેન્ટમાં બી વિંગમાં શોપ નં.૫ એક યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૬૦૦૦૦, રૈયા ચોક નજીક વેસ્ટ ગેટના ગ્રાઉન્ડ લોર પર શોપ નં–૨૩, ૨૪ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૮,૫૪૯, વોર્ડ નં.૧૩માં મવડી વિસ્તારમાં ગોકુલનગર–૧માં બે યુનિટની નોટીસ સામે રિકવરી .૨.૨૦ લાખ, અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ ઉપર કલ્પવૃક્ષ અપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ લોર શોપ નં–૫ ને નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, વોર્ડ નં.૧૪માં બાપુ નગરમાં વાલારામાની વાડી નજીક એફએનએફ બિલ્ડીંગમાં એક યુનિટની નોટીસ સામે રિકવરી કરતા ચેક આપેલ, કેનાલ મેઈન રોડ પર પધ્મકુંવરબા હોસ્પિટલ સામે કર્મભુમિ કોમ્પ્લેક્ષમાં શોપ નં.૨૦૨ સીલ, કેનાલ રોડ ઉપર જયરાજ પ્લોટમાં શ્રીનાથજી અપાર્ટમેન્ટમાં ફસ્ર્ટ લોર શોપ નં.૩ સીલ, ગુંદાવાડી કેનાલ રોડ ઉપર પાંચ યુનીટને સીલ, વોર્ડ નં.૧૫માં આજી ઉધોગ નગરમાં એક યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫.૩૫ લાખ, આજી જીઆઇડીસી વિસ્તારમાં બે યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૨૦ લાખ, આજી જીઆઈડીસી વિસ્તારમાં એક યુનીટ સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, વોર્ડ નં.૧૬માં સોરઠીયાવાડી મફતીયાપરામાં શેરી નં–૧૦મા ૧ યુનિટ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૭૬૦૦, વોર્ડ નં–૧૮માં કોઠારીયા રિદ્ધિ સિદ્ધિ સોસાયટી રોડ સ્વાતી હાઈટસ સામે રાધે ઈન્ડ એરિયામાં એક યુનિટની નોટીસ સામે રિકવરી .૫૩,૨૭૮ કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMઅમેરિકામાં ૫૦૦થી વધુ ઘૂસણખોરોની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા
January 24, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech