BREAKING NEWS

રમતા બાળકોને રમતમાં ન લો, રાજકોટમાં પાણીના ટાંકામાં પડી જતા 3 વર્ષના બાળકનું મોત

  • June 18, 2026 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના પીપલાણા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં પાણીના ટાકામાં રમતા રમતા પડી જતા શ્રમિક પરિવારના ત્રણ વર્ષના બાળકનું મોત નિપજતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.


બનાવની મળતી વિગત મુજબ મૂળ દાહોદના અને હાલ શાપરમાં રહેતા અને કડિયાકામની મજૂરી કરતા નવુભાઈ હરુભાઈ ગુંડીયાનો 3 વર્ષીય પુત્ર અનુરાજ ગઈકાલે પીપલાણા જીઆઈડીસીમાં આવેલા કારખાનાના ભો ટાંકામાં પડી જતા મોત નીપજ્યું હતું.

દંપતી કડીયાકામની મજુરી કરતું હોવાથી ગઈકાલે પત્ની રંજીતાબેન પીપલાણા ખાતે પુત્રને લઈને મજૂરી કામે આવ્યા હતા. અન્ય શ્રમિકોના સંતાનો સાથે ત્રણ વર્ષનો બાળક રમતો હતો દરમિયાન બપોરે આસપાસ જોવા ન મળતા માતા સહિતના લોકો શોધવા લાગ્યા હતા. દરમ્યાન કોઈએ પાણીના ટાકા તપાસ કરતા બાળક ડૂબેલી હાલતમાં જોવા મળતા બહાર કાઢી ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application