ખંભાળિયા, દ્રારકા, કલ્યાણપુરમાં ૩થી ૫ ઈંચ

  • June 14, 2023 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર–કચ્છના ૭૬ તાલુકામાં ભારે પવન સાથે ઝાપટાંથી માંડીને ધોધમાર વરસાદ
ઉપલેટા, જામજોધપુર, જૂનાગઢ, પોરબંદર, મેંદરડા, વંથલી પંથકમાં બેથી પોણાત્રણ ઈંચ




સૌરાષ્ટ્ર્રના અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું ૨૯૦થી ૩૫૦ કિ.મી. દૂર ભારે ચક્રવાત જગાવીને ધીરે ધીરે કચ્છ તરફ ખસી રહ્યું છે, ત્યારે તેની અસરથી સાગરકાંઠા પંથકમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમાં ખંભાળિયામાં ૪થી ૫ ઈંચ, ઉપલેટા, જામજોધપુર, જૂનાગઢ, પોરબંદર, મેંદરડા પંથકમાં બેથી પોણાત્રણ ઈંચ જેટલો વરસાદ પડી જવા પામ્યો છે, આ સાથે સૌરાષ્ટ્ર્ર–કચ્છના ૭૬ તાલુકામાં ઝાપટાંથી માંડીને ધોધમાર વરસાદ પડી જવા પામ્યો છે.





આજે સવારે પુરા થતાં ૨૪ કલાકમાં મુખ્યત્વે દેવભૂમિ દ્રારકા જિલ્લામાં બેથી પાંચ ઈંચ વરસાદ ખાબકયો હતો. જેમાં ખંભાળિયા પાંચ ઈંચ, દ્રારકા ચાર ઈંચ, કલ્યાણપર ૩ અને ભાણવડમાં બે ઈંચ વરસાદ પડી ગયો હતો.





જયારે રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં પોણાત્રણ ઈંચ, ધોરાજી, જામકંડોરણા, ગોંડલ, જેતપુરમાં  પોણોથી પોણાબે ઈંચ, લોધીકા, વીંછિયા, કોટડાસાંગાણી, રાજકોટ શહેર, જસદણ, પડધરી પંથકમાં ઝાપટાંથી માંડીને અર્ધેા ઈંચ વરસાદ પડયો હતો.





જામનગર જિલ્લામાં જામજોધપર, અઢી ઈચ, લાલપુર, કાલાવડ, જામનગર શહેર ધ્રોલ પોણોથી પોણાબે ,ચ, જોડિયા પંથકમાં ઝાપટાં પડયા હતા.





જૂનાગઢ શહેર અને મેંદરડામાંઅઢી ઈંચ વરસાદ પડી ગયો હતો. જયારે વંથલી, માળિયા હાટીના, ભેંસાણ, વિસાવદર, કેશોદ, માણાવદરમાં એકથી બે ઈંચ તેમજ માંગરોળમાં ઝાપટાં વરસ્યા તા. વાવાઝોડું પોરબંદરથી ૩૫૦ કિ.મી. દૂર ગયું છે ત્યારે પોરબંદર, કુતિયાણા અને રાણાવાવ પંથકમાં સવાથી બે ઈંચ વરસાદ પડયો હતો.





હાલ વાવાઝોડું કચ્છ તરફ ખસી રહ્યું હોવાનું હવામાન વિભાગ દ્રારા જાહેર કરાયું છે, ત્યારે કચ્છના માંડવી પંથકમાં બે ઈંચ, નખત્રાણા, અબડાસા, મુંદ્રા, લખપત, ભુજ, અંજા, ગાંધીધામ પંથ્માં અર્ધેાથી એક ઈંચ વરસાદ પડયો હતો ભચાઉ, રાપર પંથકમાં ઝાપટાં પડયા હતા.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલામાં બે ઈંચ વરસાદ પડયો હતો જયારે ખાંભા, રાજુલા, ધારી, અમરેલી શહેર, લીલિયા પંથકમાં અર્ધેાથી પોણાબે ઈંચ અને બગસરા, વડિયા, જાફરાબાદ, બાબરા પંથકમાં ઝાપયાં વરસ્યા હતા.



સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ, થાનગઢ, ચુડા, ચોટીલા, ધ્રાંગધ્રા પંથકમાં ઝાપટાં પડયા હતા. બોટાદ, ગઢડા, રાણપુર પંથકમા ૦ ઈંચ વરસાદ પડયો હતો. જયારે મોરબી જિલ્લામાં વાંકાનેરમાં એક ઈંચ, હળવદ ટંકારામાં અર્ધેા ઈંચ વરસાદ નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application