પ્રભાસપાટણથી વિદેશી દારૂ સાથે ૩ શખસ ઝડપાયા: ૨ ફરાર

  • December 02, 2024 01:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસપાટણમાં વિદેશી દારૂની ૨૦ બોટલના ગુનામાં ૫ આરોપી સામે આવ્યા હતાં. જેમાં ૩ આરોપી ઝડપાયા અને ૨ આરોપી ફરાર છે. એલ.સી.બી.ના ઇ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા ના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર તથા પોલીસ હેડ કોન્સ. પ્રવિણભાઇ મોરી તથા નટુભા બસીયાનાઓને મળેલ સંયુકત બાતમી આધારે પ્ર.પાટણ પોલીસે.સ્ટે. વિસ્તારના ડારી ટોલનાકા પાસે રેઇડ કરી પ્રભાસ પાટણ પોલીસે.સ્ટે. દ્રારા  ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓમા પુર્વેશ ઉર્ફે માજન વિનયકુમાર રાઠોડ.વેરાવળ,ધર્મેશભાઇ ધનજીભાઇ કવા લુહાર, રહે.મીતીયાજ ગામ, સતીષભાઇ પ્રવિણભાઇ કવા રહે.મીતીયાજ ગામ,  મુદામાલ પુરો પાડનાર– ફુલવીંદરસિંહ રહે. હરિયાણા ગુગ્રામ (પકડવાના બાકી) , હિંમત રામજી ગાવડીયા વેરાવળથી પકડયા હતા તેમની પાસેથી દા બોટલો ૧૨૦ નંગ, ૨.૦૦ લાખની કાર અને ૩ મોબાઇલ ફોન સહિત કી.ા.૩,૯૭,૭૯૨નો મુદામાલ કબજે કર્યેા હતો.
આ કામગીરી કરનાર એલ.સી.બી. ઈ.ચા.પો.ઇન્સ. એ.બી.જાડેજા, પો.સબ.ઇન્સ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ, અજીતસિંહ પરમાર, પો.હેડ કોન્સ. નટુભા બસીયા, ગોવિંદસિંહ વાળા તથા મીસીંગ પર્સન સ્કવોડના પો. હેડ કોન્સ. નરેન્દ્રભાઇ પટાટે કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application