જામનગર શહેર-જીલ્લામાં વિદેશી દારુના જથ્થા સાથે ૩ પકડાયા

  • December 12, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તારાણા રોડ, હરીયા સ્કુલ નજીક અને સરમત પાટીયે પોલીસ પ્રગટી

જોડીયા તાલુકાના તારાણા ગામથી માધાપર ગામ જતા રોડ પર ઇકો ગાડીમાં નીકળેલા એમ.પી.ના મજુરને આંતરીને તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારુની ૭૪ બોટલ મળી આવતા કુલ બે લાખના મુદામાલ સાથે દબોચી લીધો હતો, જયારે જામનગરના હરીયા સ્કુલ આગળના રોડ પરથી ગોકુલનગરના શખ્સને અલ્ટો કારમાં દારુની ૫૧ બોટલ સાથે પકડી લીધો હતો, આ ઉપરાંત સરમત પાટીયા પાસે એક શખ્સ દારુની ૪ બોટલો સાથે પોલીસની ઝપટમાં આવ્યો હતો.
મુળ એમ.પી.ના અલીરાજપુર ભાભરા તાલુકાના ઉચવાસ ફળીયાના વતની રાઘુ રતુ દેવરકીયા (ઉ.વ.૨૮) નામના શખ્સને જોડીયાના તારાણાથી માધાપર ગામ જતા રોડ પર ઇકો ગાડી નં. જીજે૫જેડી-૩૨૪૬ લઇને નીકળતા જોડીયા પોલીસે આંતરી તલાશી લેતા તેની પાસેથી ઇંગ્લીશ દારુની ૭૪ બોટલ મળી આવતા ગાડી, શરાબ અને મોબાઇલ મળી કુલ ૨.૦૫.૩૪૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો અને દારુ અંગે પુછપરછ કરી હતી.
બીજા દરોડામાં જામનગર સીટી-સી ડીવીઝન સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે હરીયા સ્કુલ આગળના રોડ પરથી ગોકુલનગર પાસે મારુતીનગર-૨માં રહેતા પરબત રાજા કછેટીયા (ઉ.વ.૩૭)ને અલ્ટો કાર નં. જીજે૧૫પીપી-૧૦૫૨માં ગેરકાયદે અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારુની ૫૧ બોટલ સાથે પકડી લીધો હતો. દારુ, કાર મળી સવા લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application