BREAKING NEWS

હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી નેશનલ હાઈવે સહિત ૨૬ રસ્તાઓ બંધ

  • July 09, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં ચોમાસું અનેક જગ્યાએ વધુ સક્રિય બન્યું છે અને મંડી સહિત હિમાચલના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડો હતો, જેના કારણે ભૂસ્ખલન થયું હતું જેના કારણે પઠાણકોટ–મંડી હાઇવે સહિત ૨૬ રસ્તાઓ બધં થઈ ગયા હતા. પદ્ધરમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને પાણી ભરાઈ જવાથી ઘણા ઘરોનો સંપર્ક કપાઈ ગયો હતો. મગલ નજીક પઠાણકોટ–મંડી રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગનો મોટો ભાગ નુકસાન પામ્યો છે. હિમાચલમાં ચોમાસાના આગમન સાથે હવામાન વિભાગે પુરની ચેતવણી જારી કરી છે.ભારત હવામાન વિભાગએ આગાહી કરી છે કે આગામી પાંચથી સાત દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય રહેશે. કાંગડા, કુલ્લુ, મંડી, શિમલા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે, જેના કારણે ભૂસ્ખલન, અચાનક પૂર અને નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધવાનું જોખમ વધશે.આઇએમડી હિમાચલ પ્રદેશના હવામાન કેન્દ્રના વડા શોભિત કટિયારના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૪ કલાક દરમિયાન લગભગ તમામ જિલ્લાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. મંડી અને હમીરપુર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડો છે, યારે શિમલા, હમીરપુર અને અન્ય કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application