સોની બજાર સહિતના વિસ્તારમાં 26 મિલકતો સીલ; આવક 350 કરોડ થઇ

  • March 23, 2024 05:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે આજે સોની બજાર સહિતના વિસ્તારોમાં આજે ચોથા શનિવારની રજાના દિવસે 26 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 20 મિલકતને ટાંચ જપ્તિની નોટિસ ફટકારવામાં આવી હતી અને આજે બપોર સુધીમાં રૂ.75.71 લાખની વેરા વસૂલાત કરવામાં આવી હતી.
વિશેષમાં ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે માર્કેટ યાર્ડમાં જુના સંકુલમાં આવેલી દુકાનોને નોટિસની બજવણી કરતા તમામ રીઢા બાકીદારોએ તાબડતોબ વેરો ચૂકતે કરી દીધો હતો. આજે બપોરની સ્થિતિએ મિલકત વેરાની કુલ આવક 350 કરોડને પાર પહોંચી ગઈ છે જોકે હજુ લક્ષ્યાંક હાંસલ કરવામાં 25 કરોડનું છેટુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application