મહાપાલીક્ા દ્વારા શહેરના ચિત્રા-ફુલસર વોર્ડમાંથી ૨૬. ૩ટન કચરાનો કરાયો નીકાલ

  • September 10, 2024 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કમિશનર  ની સીધી સુચનાથી દૈનિક ધોરણે વોર્ડ વાઇઝ હાથ ધરવામાં આવી રહેલ સઘન સફાઇ ઝુંબેશના ભાગરૂપે વિભાગના કાર્યપાલક ઈજનેર ની સીધી દેખરેખ હેઠળ  શહેરના વોર્ડ નં. ૧- ચિત્રા ફુલસર નારી વોર્ડમાં દેસાઈ નગર થી આખલોલ બ્રિજ સુધી બને સાઈડ રાજકોટ રોડ, ફુલસર જકાતનાકા વાળા મેઈન રોડ વિસ્તાર તથા તેની આજુબાજુના વિસ્તારમાં આવેલ ડીવાઇડર તેમજ રસ્તા ઉપરના ઈઉ વેસ્ટ, ખરાબી, ગાંડા બાવળ,પડતર ઢગલાઓ, પડતર પ્લાસ્ટીક, બિનજરૂરી વનસ્પતીઓ વિગેરે માટે ૧ ઉંઈઇ તથા ૧ ટ્રક અને ૩૨ સફાઈ કામદારો દ્વારા કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવેલ. ઉક્ત સઘન સફાઈ ઝુંબેશની કામગીરી દરમ્યાન ટ્રક ના ૩ ફેરા કરવામાં આવેલ અને ૩૨
સફાઈ કામદારો દ્વારા કુલ ૨૫૬ કલાક કામગીરી કરીને અંદાજિત ૨૬.૩ ટન જેટલો ઈઉ વેસ્ટ, કચરો,બાવળ, ઝાડી ઝાંખરા, પ્લાસ્ટીક, ખરાબો વિગેરે એકત્રિત કરી તેનો નિકાલ કરવામાં આવેલ. આમ આ વોર્ડને સ્વચ્છ અને સુઘડ બનાવવા તરફ આગળ વધી સ્વચ્છતા અંગે લોકજાગૃતિ લાવવામાં આવેલ છે. આમ, કમિશનરની સુચનાથી તા. ૨૯ ઓગષ્ટ ૨૦૨૪ થી શરુ કરવામાં આવેલ દૈનિક ધોરણે વોર્ડ વાઇઝ સધન સફાઇ ઝુંબેશ અંતર્ગત આજદિન સુધીમાં ૯ વોર્ડમાંથી કુલ ૨૭૦.૧૦ ટન જેટલો કચરો એક્ત્ર કરીને નિકાલ કરવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application