ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રારંભ આજે સોમવારથી થયો હતો .જેમાં પ્રથમ દિવસે સવારે ગુજરાતીના પેપરની ૨૫૯૨૫ અને અંગ્રેજીના પેપરની ૧૯૯૧ વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.આજે જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાએ પરીક્ષાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા આપી હતી. સરદારનગર ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળ શાળા ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.
ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.જેમાં આજે સવારે ગુજરાતી વિષયની પરીક્ષામાં ૨૫૯૨૫ વિધાર્થીઓ હાજર રહ્યા હતા,જ્યારે ૫૦૬ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.અંગ્રેજી વિષયની પરીક્ષામાં ૧૯૯૧ વિધાર્થીઓ હાજર અને ૧૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.ધો. ૧૨માં આજે સવારે સહકાર પંચાયત વિષયની પરીક્ષામાં ૧૧૮ વિધાર્થીઓ હાજર અને ૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો.
કલેક્ટરએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઇ પણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પણ તેમને આપી હતી.
આ તકે જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા,શાળા સંચાલક મંડળ અને શાળાગણે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાનાં પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.
ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને ધારાસભ્ય જીતુ વાઘાણીએ શુભેચ્છા પાઠવી હતી. સવારે ધો.૧૦ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો.ધારાસભ્ય જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યાં હતા. વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપે અને સારું પરિણામ પ્રાપ્ત કરે એ અંગે શુભેચ્છાઓ આપી હતી.તદઉપરાંત ખોટી અફવાઓ અને ભ્રામક વાતોથી દૂર રહેવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech