રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી ટેકસ બ્રાન્ચની ટીમ દ્રારા હોળી–ધુળેટીની રજાના દિવસોમા મિલકત વેરા વસુલાત ચાલુ રાખીને શહેરના રજપૂતપરા અને માલવીયા ચોક સહિતના વિવિધ વિસ્તારોમાં કુલ ૧૨ મિલ્કતોને સીલ કરાઇ હતી તેમજ ૧૦ મિલ્કતોને ટાંચ જીની નોટીસની બજવણી કરવામાં આવી હતી. તદઉપરાંત ચાર નળ કનેશન કપાત કરીને ા.૯૮.૯૯ લાખની વેરા વસુલાત કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે રજપુતપરા મેઇન રોડ ઉપર પેરેમાઉન્ટ કોમ્પ્લેક્ષમાં સેલર સ્ટોર–૧ તેમજ ગ્રાઉન્ડ લોર ઉપરની શોપ નં.૨૩ને તેમજ માલવિયા ચોક પાસે કે.સી ચેમ્બર્સના શોપ નં.૧ને સીલ કરવામાં આવ્યું હતું.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં.૪માં કુવાડવા રોડ પર જય શકિત પાર્કમાં શાંતિ સદન–૨માં ફસ્ર્ટ લોર પર શોપ નં–૧૦૪માં ૧ યુનિટની નોટીસ સામે રિકવરી . ૧૮,૨૭૨, વોર્ડ નં.૫માં આર.ટી.ઓ ઓફીસની ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૨.૭૧ લાખ, વોર્ડ નં.૬માં સદગુ રણછોડનગરમાં શિવ શકિત કાસ્ટિંગ, સર્વે નં–૧૭૬ના એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૩૭,૯૧૦, આજી ડેમ નજીક અનમોલ પાર્કમાં પ્લોટ નં–૨૬ માં એક નળ કનેકશન કપાત, આજી રીંગ રોડ પર દિન દયાળ ઇન્ડ એસ્ટેટ માં ૧ યુનીટ સીલ, આ ઉપરાંત ૩૦૯, એમ.આઇ.જી ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર નં–૧૧૨૫માં ૧ નળ કનેકશન કપાત, જૈન દેરાસર નજીક સુન્દરમ એવેન્યુમાં સુન્દરમ પાર્કમાં ૧ નળ કનેકશન કપાત કરતા રિકવરી .૧.૧૭ લાખ, દૂધસાગર રોડ પર જુલેલાલ મંદિર વાળી શેરીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ લેટ નં.૧ માં એક નળ કનેકશન કપાત, વોર્ડ નં.૭માં લાખાજીરાજ રોડ પર કે.પી.જંકશનના એક યુનિટની નોટીસ સામે રિકવરી .૩.૯૮ લાખ, રજપુતપરા મેઈન રોડ પર પેરેમાઉન્ટ કોમ્પ્લેક્ષમાં સેલરનો એક સ્ટોર સીલ, રજપુતપરા મેઇન રોડ પર પેરામાઉન્ટ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ લોર ઉપર શોપ નં–૨૩ સીલ, માલવિયા ચોક પાસે કે.સી ચેમ્બર્સમાં શોપ નં–૧ ને સીલ, વોર્ડ નં.૧૧માં ઉદયનગરમાં બલવી કૃપા નજીક શ્રી ઇલેકિટ્રકના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી . ૫૦,૦૦૦નો ચેક આપેલ, વોર્ડ નં.૧૩માં ખોડિયારનગરમાં નીલકઠં સેન્ટરીંગના એક યુનિટની નોટીસ સામે રિકવરી .૧.૬૮ લાખ, મવડી વિસ્તારના ખોડીયારનગર ઈન્ડ એરિયાના ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૧.૦૯ લાખ, તિપતિ મેઈન રોડ ઉપર તિપતિ શેરી નં.૧માં એક યુનિટની નોટીસ સામે રિકવરી .૭૦,૦૦૦, જુના જકાતનાકા નજીક રાજકમલ પેટ્રોલ પપં સામે એક યુનિટની નોટીસ સામે રિકવરી .૫૦,૦૦૦, અમરનગરમાં શેરી નં.૨માં એક યુનિટને નોટીસ, ઉમાકાંત પંડિત ઉધોગનગરમાં એક યુનિટને નોટીસ સામે રિકવરી .૧.૩૪ લાખ, મવડી ફાયર બ્રિગેડ સામે દિવ્ય પાર્કમાં શેરી નં.૧ માં એક યુનિટને નોટીસ સામે રિકવરી .૫૦,૦૦૦, વોર્ડ નં.૧૬માં પટેલ નગરમાં નીલકઠં મહાદેવ સામે ઉદય કાર્ગેા ગ્રુપના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૦,૦૦૦, પટેલનગર શેરી નં–૭માં રોલેક્ષ હાર્ડવેર નજીક એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી ૪૦,૯૦૦, વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર અમૃત ઈન્ડ એરિયામાં ક્રિષ્ના મેન્યુફેકચરના બે યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૨૨ લાખ, કોઠારીયા અમદાવાદ હાઇવે પર સ્વાતી પાર્ક મેઈન રોડ ઉપર એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૧,૩૧૦, ઢેબર રોડ પર જીઓ ટાવર નજીક અમ્પ્લાઇ એન્જીના એક યુનિટના બાકી માંગણા સામે રિકવરી . ૨.૦૭ લાખ સહિતની કાર્યવાહી કરાઇ હતી.રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા આજે સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૭માં મોટી ટાંકી ચોક વિસ્તારમાં એક મિલકત સહિત સમગ્ર શહેરમાં વધુ એક ડઝન મિલકતો સીલ કરવામાં આવી હતી. તદઉપરાંત ૧૫ મિલકતોને જિની નોટિસ ફટકારવામાં આવી હતી. આજે બપોરની સ્થિતિએ ૬૬.૭૦ લાખની રિકવરી કરવામાં આવી હતી.દરમિયાન ટેકસ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે બપોર સુધીમાં કુલ ૩૫૨ કરોડની કુલ વેરા વસુલાત થઇ છે. યારે રેલવે ડિપાર્ટમેન્ટ પાસે .૩૩ કરોડની રકમનો વેરો વસૂલવાનો બાકી છે. જો ફકત રેલવે ડિપાર્ટમેન્ટ બાકી વેરો ચુકતે કરી દે તો પણ મિલકત વેરાનો ટાર્ગેટ પૂર્ણ થઈ જાય તેમ છે.
હાલ સુધીમાં સમગ્ર શહેરમાં કુલ ૩,૯૦,૭૨૫ મિલ્કત ધારકોએ ૩૫૦.૮૪ કરોડ વેરો ભરપાઇ કર્યેા છે. ઉપરોકત કાર્યવાહીમાં મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ ,સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટરો દ્રારા આસિસ્ટન્ટ કમિશ્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના અધિકારીઓ દ્રારા ભારપૂર્વક સ્પષ્ટતા કરવામાં આવી છે કે મહાનગરપાલિકાના કોઇપણ સ્ટાફ ,સભ્ય, ઇન્સ્પેકટર કે રિકવરી સ્ટાફ દ્રારા કોઇ રોકડ વેરાની માંગણી કરવામાં આવતી નથી. આથી રોકડ વેરા સ્વપે લગત વોર્ડ ઓફીસ તથા ઝોન ઓફીસ ભરી રિસિપ્ટ મેળવવી કોઇ પણ વોર્ડ ઓફિસે કોઇ અન્યને કે ત્રાહિત પક્ષકારને રોકડ રકમ સોપવી નહીં. ભવિષ્યમાં કોઇ રોકડ માંગણી કરવામાં આવે તો સત્વરે લગત વોર્ડ ઓફીસ તથા ઝોન ઓફીસનો સંપર્ક કરવો તેમ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech