21ST CREDAI NATCON માટે રાજકોટના નામાંકિત બિલ્ડર્સ પહોચ્યા ઈજીપ્ત, રીઅલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ માટે યોજાઇ ખાસ કોન્ફરન્સ

  • October 07, 2023 07:22 PM 

દેશનું સૌથી મોટું રિયલ એસ્ટેટ ડેવલપર્સ રાષ્ટ્રીય સંગઠન CREDAI [કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા] છે. 21 અલગ અલગ રાજ્ય અને 230 સિટીમાં ફેલાયેલા આ એસોસિએશન હેઠળ 13,300 સભ્યો છે. ક્રેડાઇ દ્વારા દર વર્ષે ભારતની બહાર વાર્ષિક કોન્ફરન્સ 'NATCON'નું આયોજન થાય છે. જેમાં રીયલ એસ્ટેટને લગતા જુદા જુદા વિષયો પર ચર્ચા સત્ર રાખવામાં આવે છે.


આ વર્ષે ‘નેટકોન’ કન્વેન્શન ઈજીપ્તમાં રાખવામાં આવ્યું છે. ભૂતકાળના વર્ષોમાં લંડન, સિંગાપોર, બાર્સેલોના, મોસ્કો, જકાર્તા, દુબઈ, ઇસ્તંબુલ, શાંઘાઈ, બર્લિન અને અબુ ધાબી જેવા શહેરોમાં રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદો કરવામાં આવી છે. જેમાં દેશભરમાં નામાંકિત બિલ્ડર્સ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઉપરાંત ટોચના કોર્પોરેટર વડાઓ જોડાયા હતા.


ઈજીપ્તના શહેર શર્મ અલ શેખમાં 05 - 08 ઓક્ટોબર દરમિયાન આયોજિત કોન્ફરન્સમાં ભારત અને વિશ્વના અન્ય ભાગોમાંથી અંદાજીત 1,300 પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં જોડાયા છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતભર માંથી પણ નામાંકિત બિલ્ડર્સ આ કોન્ફરન્સમાં સામેલ થયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસીડન્ટ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ આમંત્રિત ગેસ્ટ તરીકે નાટકોનમાં જોડાયા હતા તે ઉપરાંત રાજકોટના બિલ્ડરો એવા દીપકભાઈ કોઠારી, પરેશભાઈ પારેખ પણ અન્ય બિલ્ડરો સાથે જોડાયેલા છે. રાજકોટમાંથી મુકેશભાઈ શેઠ, હરીશભાઈ લાખાણી, સર્વાનંદભાઈ સોનવાણી, પરેશભાઈ ગજેરા, અમિતભાઈ રાજા, ધુવીક્ભાઈ પટેલ, ચેતનભાઈ રોકડ, અમિતભાઈ ત્રામ્બડીયા, પાર્થભાઈ તડાવીયા, રણધીરસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજા સહિતના રિયલ એસ્ટેટ અગ્રણીઓ શહેર શર્મ અલ શેખ પહોચ્યા છે.


ડેવલપર્સે હવે ગ્રીન કન્સ્ટ્રક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર : CREDAI ચેરમેન


​​​​​​​રીઅલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસ અને વિઝન વર્ણવતા અનેકવિધ કાર્યક્રમોનું 'NATCON' અંતર્ગત આયોજન કરાયું હતું. આ ઉપરાંત બોલીવૂડ અભિનેતા તથા વિવિધ વ્યવસાયો સાથે સંકળાયેલા સુનિલ શેટ્ટી પણ આ કોન્ફરન્સમાં જોડાયા હતા. કોન્ફરન્સને સંબોધતા CREDAIના ચેરમેન બોમન ઈરાનીએ જણાવ્યું હતું કે ડેવલપર્સે હવે ગ્રીન કન્સ્ટ્રક્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર જબરદસ્ત વિકાસ કરી રહ્યું છે અને છેલ્લા બે વર્ષમાં ઘરના વેચાણમાં તીવ્ર વધારો થયો છે. ગ્રીન બાંધકામ ખર્ચાળ નથી, સંસ્થા તેના સભ્યોને આ દિશામાં આગળ વધવામાં મદદ કરશે.








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application