વિરપુરમાં ઉલ્ટી ગંગા: 21 વર્ષીય યુવતી 17 વર્ષના કિશોરને ભગાડી ગઈ, ઇન્સ્ટાગ્રામ થકી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો
વિરપુરમાં ઉલ્ટી ગંગા: 21 વર્ષીય યુવતી 17 વર્ષના કિશોરને ભગાડી ગઈ, ઇન્સ્ટાગ્રામ થકી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો
March 12, 2026 11:58 AM
વીરપુરમાં ઉલટી ગંગા જેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ૨૧ વર્ષની યુવતી ૧૭ વર્ષના કિશોરને ભગાડી જતા આ અંગે ગુનો નોંધાયો હતો. વીરપુર પોલીસે બંનેને સુરતથી શોધી કાઢયા હતા.
વીરપુરમાં રહેતાં ૧૭ વર્ષના કિશોર અને મૂળ મધ્યપ્રદેશની ૨૧ વર્ષની યુવતી ઈન્સ્ટાગ્રામથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર પછી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આખરે બંનેએ ભાગી જવાનું નકકી કર્યું હતું. યુવતી હાલ બાબરા પંથકમાં રહેતી હતી. જયાંથી તે ગોંડલ આવી હતી. જયારે વીરપુરનો કિશોર પણ ગોંડલ પહોંચ્યો હતો. ગોંડલથી બસમાં બેસી બંને ભાગી ગયા હતા.
યુવતી કિશોર કરતાં મોટી હોવાથી ભગાડી જવા અંગે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. ગઈ તા.૬નાં રોજ આ અંગે ફરિયાદ નોંધાયા બાદ વીરપુર પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી. આખરે બંને સુરતથી મળી આવતાં વીરપુર લઈ આવી કિશોરનો કબજો તેના વાલીઓને સોંપી દીધો હતો. જયારે યુવતીની પોલીસે અપહરણના ગુનામાં ધરપકડ કરી હતી.