રાજકોટ મહાપાલિકામાં ૨૦૧૧થી આજી રિવર ફ્રન્ટની વાતો, બેઠકો અને અવનવી જાહેરાતો શ થયા બાદ ૨૦૧૪માં આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટની નિમણુકં કરવામાં આવી હતી. કન્સલ્ટન્ટની નિમણુકં બાદ છેલ્લા ૧૦ વર્ષમાં ફકત ફિઝિબિલિટી સ્ટડી સર્વે અને એન્વાર્યમેન્ટ કલીયરન્સનું કામ પૂર્ણ થયું છે. આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટનો પ્રારભં રામનાથ કોરીડોરથી છે, યાં સુધી રામનાથ કોરીડોર નહીં બને ત્યાં સુધી આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ આગળ નહીં વધે તે નિશ્ચિત છે. રાય સરકારે તો રામનાથ કોરીડોર પ્રોજેકટ માટે .૧૫૦ કરોડથી વધુ રકમની માતબર ગ્રાન્ટ ફાળવી આપી છે પરંતુ રાજકોટ મહાપાલિકામાં સ્થાનિક કક્ષાએથી આ અંગેની ટેન્ડર પ્રક્રિયા અકળ કારણોસર ટલ્લે ચડી ગઇ છે. જો સમયસર ટેન્ડર પ્રસિધ્ધ નહીં કરાય તો પ્રોજેકટ સાકાર થતા હજુ ૧૦ વર્ષ વિતી જાય તો નવાઇ જેવું નથી.
રામનાથ મહાદેવ મંદિરના નવ નિર્માણનું કામ સૌપ્રથમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડને સોંપવામાં આવ્યું હતું, પરંતુ બોર્ડ દ્રારા અડધું પડધું કામ પૂર્ણ કર્યા બાદ કામ આગળ ધપાવવામાં અસહ્ય વિલબં કરી અધું મુકાતા આ પ્રોજેકટનું કામ રાજકોટ મહાપાલિકાને સોંપવામાં આવ્યું હતું ત્યારબાદ ૨૦૨૧થી રાજકોટ મહાપાલિકાએ આ પ્રોજેકટનું કામ આગળ ધપાવવાનું શ કયુ હતું. દરમિયાન વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોર બન્યો તે સમયે જ રાજકોટ મહાપાલિકા દ્રારા રામનાથ મંદિર નવનિર્માણ પ્રોજેકટને રામનાથ કોરિડોર તરીકે જાહેર કરાયો હતો અને આ પ્રોજેકટનો આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત સમાવેશ કરીને આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટનો ફસ્ર્ટ ફેઝ એટલે રામનાથ કોરીડોર તેવું જાહેર કરાયું હતું. આવું જાહેર કર્યા બાદ પ્લાનીંગની પ્રક્રિયા આગળ ધપી હતી અને રામનાથ કોરીડોર પ્રોજેકટ માટે રાય સરકાર પાસેથી ગ્રાન્ટની માંગણી કરાતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકારે .૧૫૦ કરોડથી વધુની રકમ પણ ફાળવી આપી હતી પરંતુ આજ દિવસ સુધી ટેન્ડર પ્રસિધ્ધ કરાયું નથી.
રામનાથ કોરીડોર પ્રોજેકટમાં કુલ .૨૦૦ કરોડના ખર્ચનો અંદાજ છે જેમાં રામનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષે ફરી વળતા આજી નદીના પુરના પાણીના વહેણને ડાયવર્ટ કરવા માટે અંદાજે ૧૫ ફટથી વધુ ઉંચાઇની તોતિંગ રિટેઇનિંગ વોલ બનાવવાનું કામ મુખ્ય છે તેમજ ડ્રેનેજનું ગંદુ પાણી રામનાથ મંદિર પાસે નદીમાં ખુલ્લામાં છોડાય છે તે બધં કરવા માટે ઇન્ટરસેપ્ટર લાઇન નાખવા સહિતના આનુસંગિક કામો છે. મંદિરના જિર્ણેાધ્ધારનું અધું કામ પણ હજુ પૂર્ણ થયું નથી. તાજેતરમાં મળેલી રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગના પ્રશ્નકાળમાં આ અંગે પ્રશ્નો ઇનવર્ડ થતા રામનાથ કોરિડોર અને આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટની વાસ્તવિકતા તેમજ સાંપ્રત સ્થિતિ સામે આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ઇજનેરી સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ આજી રીવર ફ્રન્ટ પ્રોજેકટ માટે સૌપ્રથમ તા.૩–૩–૨૦૧૪ના પ્રોજેકટ કન્સલ્ટન્ટની નિમણુકં કરવમાં આવી હતી હાલ પ્રોજેકટ કન્સલ્ટન્ટ દ્રારા રામનાથ કોરીડોર પ્રોજેકટ માટે આપેલ અંદાજ પ્રમાણે આશરે ૨૦૦ કરોડ જેટલો ખર્ચ અપેક્ષિત છે. સ્ટેન્ડિંગ કમિટિ ઠરાવ નંબર–૬૮૯, તા.૭–૩–૨૦૨૪થી ડિઝાઈનિંગ તથા ટેન્ડર તૈયાર કરવા કન્સલ્ટન્ટની નિમણુકં કરવામાં આવી છે. પ્રોજેકટ કન્સલ્ટન્ટ દ્રારા ફીઝીબીલીટી સ્ટડી રીપોર્ટ સબમિટ કરી એન્વાર્યમેન્ટ કલીયરન્સ સર્ટીફીકેટની મંજૂરી મેળવી આપવામાં આવી છે તેમજ પ્રોજેકટ કન્સલ્ટન્ટ દ્રારા ડિઝાઈનિગ તથા ટેન્ડર બહાર પાડવા માટે વિગત આવ્યેથી આગળની કાર્યવાહી હાથ ધરી શકાશે. ચાલુ રીવર ફ્રન્ટ પ્રોજેકટ માટે નવો કેસરી હિન્દ પુલ બનાવવા કોઇ જોગવાઇ નથી. કેસરી હિન્દ પુલનું કોઇ ટેન્ડર બહાર પાડવામાં આવેલ નથી. ફકત પુલનો ઇન્સ્પેકશન રીપોર્ટ તૈયાર કરાયો છે. કેસરી હિન્દ પુલની સ્થાપના એપ્રિલ–૧૯૯૦માં કરાઇ છે અને તે ૩૪ વર્ષ જુનો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech