જામનગરમાં ૬ મહિલા સહિત ૨૦ જુગારીની અટકાયત
રડાર રોડ, શરૂ સેકશન આવાસ અને હાલાર હાઉસ પાસે દરોડા : રોકડ અને સાહિત્ય કબ્જે
જામનગરના ગોકુલનગર રડાર રોડ હોટલ સામેની ગલીમાં તિનપતીનો જુગાર રમતા ૧૧ શખ્સોને ૩૨ હજારના મુદામાલ સાથે પકડી લીધા હતા, શરૂ સેકશન રોડ, આવાસના પાર્કિંગમાં જુગાર રમતી મહિલાઓ ઝપટમાં આવી હતી અને હાલાર હાઉસની બાજુમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૩ શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા.
જામનગર સીટી-સી ડીવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે સંયુકત બાતમીના આધારે ગોકુલનગર રડાર રોડ, હેર આર્ટવાળી ગલીમાં કેટલાક શખ્સો તિનપતીનો જુગાર રમતા હોય જેના આધારે દરોડો પાડયો હતો જેમાં પાના ટીંચી રહેલા મુળ યુપીના હાલ ખોડીયાર કોલોની રહેતા નિરજ ગિરેન્દ્ર કુશવાહ, ગોકુલનગરના મુળ ઇટાવાના લકકી માનસીંગ રાજપુત, રાજકુમાર કુલશીંગ કુશવાહ, સાયોના શેરીના મુળ એમપીના મખખન દેવી પ્રસાદ પટેલ, મુકેશ રામનરેશ, દલવાડીનગરના મુળ યુપીના રાજેશ ઉદલસિંહ કુશવાહ, મોતીપુર ગામના દિપુ નિયામતઅલી, ગોકુલનગરના અજયકુમાર નવાબસીંગ પટેલ, રોહીતકુમાર પ્રમોદકુમાર લોદી, મુળ નિભાપુર ગામના હાલ વિજયનગર રહેતા શર્બેશકુમાર રઘુનાથ કુશવાહ અને ગોકુલનગરના મુળ સોનાસી ગામના વતની દિપક લખનસીંગ ગૌતમને પકડી લીધા હતા. દરોડા દરમ્યાન ૩૨૫૫૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
બીજા દરોડામાં શહેરના શરૂ સેકશન રોડ, સરલાબેન ત્રિવેદી ભવન આવાસ વિંગ એ-૨ના પાર્કિંગમાં તિનપતીનો જુગાર રમતા આવાસમાં રહેતા ઇલાબા સહદેવસિંહ ચુડાસમા, અંધાશ્રમ આવાસમાં રહેતા આશાબેન કેશુ મોઢવાડીયા, મચ્છુનગરના આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા, શ્યામનગરના સતીબેન હરીશ ચાવડા, વરાછા અંકુર ચોકડી ખાતે રહેતા હીનાબા બલવીરસિંહ ગોહિલ અને મચ્છરનગરના આરાઘ્યાબા દિલીપસિંહ ઝાલાની અટકાયત કરી ૨૭૮૦૦ની રોકડ જપ્ત કરવામાં આવી હતી.
આ ઉપરાંત જામનગર હાલાર હાઉસની બાજુમાં આરોગ્ય કેન્દ્રની પાછળ જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા સનમ સોસાયટીમાં રહેતા મહેબુબ કાસમ વારીયા, રંગુનવાલા હોસ્પીટલ પાસે રહેતા ફીરોજ ઓસમાણ સિપાઇ અને ગ્રેઇન માર્કેટ પાસે રહેતા યાકુબ મહમદ દરજાદાને રોકડા ૩૬૨૦ સાથે પોલીસે પકડી લીધા હતા.