BREAKING NEWS

જામનગર શહેર-જીલ્લામાં પોલીસ ચેકીંગમાં ૧૯ શખ્સો ઝપટે ચડયા

  • May 16, 2026 01:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર શહેર-જીલ્લામાં પોલીસ ચેકીંગમાં ૧૯ શખ્સો ઝપટે ચડયા


અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકને અડચણ કરનારા દંડાયા: એક પીધેલો પકડાયો


જામનગર શહેર-જીલ્લામાં પોલીસ દ્વારા ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં જામનગર, ખંભાળીયા ગેઇટ, દરબારગઢ સર્કલ, ધ્રોલ ત્રિકોણ બાગ, સ્ટેશન રોડ, જોડીયા ચાર ચોક તથા પડાણા પાટીયા, ખીજડીયા બાયપાસ અને જામજોધપુર વિસ્તારમાં ટ્રાફિકને અડચણ કરનારા તેમજ બેફીકરાઇથી બાઇક ચલાવનાર અને કાર તથા રેકડી ધારક દંડાયા હતા, અલગ અલગ ૧૫ કેસ કરવામાં આવ્યા છે. ઉપરાંત એક પીધેલ અને બે વ્યકિત સામે છરી અને ધોકા બાબતે કાર્યવાહી કરવામાં આવી હતી.


જામનગરના સુમરા ચાલીમાં રહેતા અવેશ અલ્તાફહુશેન કાદરી પોતાની સીએનજી રીક્ષા બેફીકરાઇથી ચલાવીને ખંભાળીયા ગેઇટ સર્કલ પાસેથી નીકળતા તથા શંકરટેકરીના અરવિંદસિંહ શિવુભા રાઠોડ ઓટો રીક્ષા તેમજ સાધના કોલોનીના શિવા વાસુદેવ શર્મા, રીક્ષા દરબારગઢ સર્કલ પાસેથી બેફીકરાઇથી ચલાવીને નીકળતા  પોલીસે આંતરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


કિશાન ચોક ફુલીયા હનુમાન મંદિર નજીક રહેતા રવિ કારા છનીયાર છરી લઇને ખંભાળીયા ગેઇટ પાસેથી નીકળતા પકડી લીધો હતો તેમજ ગુલાબનગર ચોકી પાછળ રહેતા પિન્ટુ જેના રાઠોડને મોટરસાયકલ ગફલતભરી રીતે ચલાવીને ખીજડીયા બાયપાસ પાસેથી નીકળતા અટકાયત કરી હતી.


લાલપુરના મોડપરના જેસા રામા વાઘેલા કેફી પીણુ પીધેલી હાલતમાં બાઇક લઇને પડાણા પાટીયેથી નીકળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી, સેવક ભરૂડીયા ગામના રાુહલ બાબુ ડાભી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો પડાણા પાટીયે મળી આવતા કોઇ સંતોષકારક જવાબ નહી આપતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 


આ ઉપરાંત જામનગરના મારૂતીનગરમાં રહેતા મહમદ અબુ બદરી પોતાની રીક્ષા ખીજડીયા બાયપાસ પાસે ટ્રાફિકને અડચણ થાય તે રીતે રાખી હતી, પાણાખાણમાં રહેતા જીતુ સોમા ચૌહાણે પોતાનો છકડો દરેડ નીલગીરી ગોળાઇ પાસે, સરધાર ગામના ગોપાલ રવજી ખાટડીયાએ પોતાની ઇકો ગાડી ત્રિકોણ બાગ પાસે, ટીટોડી વાડીના ફીરોજ સીદીક કાજીએ પોતાની ઇકો ગાડી, જોડીયાના રહીમ કાસમ બુચડએ ઇકો ગાડી તથા ગોકુલપાર્ક સોસાયટીના શિવરાજસિંહ ઇન્દ્રસિંહ જાડેજા બાઇક અને ચામુંડા પ્લોટના રાજેશ જાગા ગામારાએ પોતાની ઇકો ત્રિકોણ બાગ અને બસ સ્ટેન્ડ રોડ પર ટ્રાફિકને અડચણ અને અકસ્માત સર્જાય તે રીતે રાખતા કાર્યવાહી કરવામાં આવી હતી.


જોડીયાના અસગર જાકુબ સોઢા, અમીર ઓસમાણ છેર, બાલંભાના ભીમજી માધવજી પરમારએ પોતાના હવાલાના મોટરસાયકલ ચાર ચોક અને પાટીયા પાસે ટ્રાફિકને અડચણ થાય તેમજ બેફીકરાઇથી ચલાવીને નીકળતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.


જયારે જામજોધપુરના હરેશ અનિલ વર્માએ પોતાની બિસ્કીટની રેકડી ટ્રાફિકને અડચણ‚પ થાય એ રીતે ધર્મશાળા રોડ પર રાખતા તેમજ ઉપલેટાના લાલજી ભગવાનજી બારૈયાએ પોતાની ફોરવ્હીલ ગાડીમાં ધોકો રાખીને ધ્રાફા ફાટક પાસેથી નીકળતા પોલીસે કાર્યવાહી કરી હતી. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application