એલસીબીએ દારૂનો જથ્થો અને કાર સહિત 3 લાખનો મુદામાલ કબ્જે : એકની અટક : બે શખ્સની સંડોવણી ખુલી : ગુલાબનગરમાં દારૂના ચપલા સાથે એક ઝબ્બે
જામનગર નાં મયુરગ્રીન વિસ્તારમાં એક મોટરનાં ચોરખાનામાંથી 180 નંગ દારૂની બોટલનો જથ્થો એલ સી. બી પોલીસે શોધી કાઢી એક આરોપીની ધરપકડ કરી હતી. શરાબની હેરાફેરી કરનારા શખ્સો પોલીસથી બચવા માટે અવનવા કીમીયા અજમાવતા રહે છે અને વાહનોમાં ચોરખાના બનાવીને દારૂની ડીલીવરી કરતા હોય છે જો કે પોલીસ દ્વારા આ કીમીયા પણ પકડી પાડવામાં આવે છે.
જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ હતું. દરમ્યાન સ્ટાફના ક્રિપાલસિંહ તથા કિશોરભાઇને મળેલ ખાનગી હકિકત આધારે લાલપુર રોડ મયુરગ્રીન-1 વિસ્તારમાં ક્રિપાશંકર ઓમકારનાથ શમર્િ ( ઉ.વ.55, રહે. હરીહરસાઇ વિસ્તાર, અમેઠી, ઉતરપ્રદેશ) વાળાની સેન્ટ્રો કાર એચ.આર.26 એ.વાય.-0490માં ચોરખાના બનાવેલ છે અને તેમાં ઇંગ્લીશ દારૂની બોટલનો જથ્થો છે .
આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી કારમાંથી 90 હજારની કિંમત નો 180 દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો તેમજ 3 મોબાઇલ અને કાર સહિત 3.00.500નો મુદામાલ જપ્ત કરી ક્રીપાશંકરની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ દારૂ બાબતે પુછપરછ કરતા આરોપી દારૂનો જથ્થો દિલ્હીથી લઇ આવ્યો હતો. અને જામનગરમાં વિશાલ પ્રવિણભાઇ માવ (રહે. કિશાનચોક જામનગર) તથા આશુભા સોઢા (રહે.આયુર્વેદિક કેમ્પસ જામનગર) વાળાના ખુલતા ત્રણેયની સામે પ્રોહી મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઉપરાંત જામનગરના રાજપાર્ક વિસ્તારમાં રહેતા અને ફ્રુટનો ધંધો કરતા મુસ્તુફાખાન કાદરખાન પઠાણ નામના શખ્સને ઇંગ્લીશ દારૂના બે ચપલા, એક મોબાઇલ અને મોટરસાયકલ નં. જીજે-10-ડીએમ-0026 સાથે ગુલાબનગર ઢાળીયા પાસેથી પકડી લીધો હતો કુલ 32400નો મુદામાલ જપ્ત કરાયો હતો. જયારે પાંડે નામના એક શખ્સની સંડોવણી સામે આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના નૌકાદળની તાકાત વધશે, પીએમ મોદીએ રાષ્ટ્ર્રને ૩ સ્વદેશી યુદ્ધ જહાજ સોંપ્યા
January 15, 2025 03:25 PMઠંડીમાં ઘર વિહોણાઓને રેન બસેરામાં ખસેડવા મ્યુ.કમિશનર સુમેરાની ડ્રાઇવ
January 15, 2025 03:20 PMસોની બજારમાં દુકાન સહિત શહેરમાં મ્યુનિ.બાકીદારોની ૧૨ મિલકતો સીલ
January 15, 2025 03:19 PMમકરસંક્રાતિએ ૧૧૧ વીજ ફીડર ધબાય નમ:
January 15, 2025 03:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech