ભુજમાં 18 વર્ષીય યુવતી 540 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગઈ છે. જેને ફાયર વિભાગ દ્વારા રેસ્કયૂ કામગીરી હાથ ધરવામાં આવી છે. 6 કલાકથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે, યુવતીનો અવાજ આવતો બંધ થઈ ગયો છે. 18 વર્ષની યુવતી બોરવેલમાં કેવી રીતે પડી શકે તેવા સવાલો પણ લોકોના મનમાં ઉદભવી રહ્યા છે. એકથી પાંચ વર્ષના બાળકો પડે તે તો સ્વાભાવિક છે પણ 18 વર્ષની યુવતીનું શરીર પણ બોરવેલની જગ્યા કરતા વધુ ઝાડુ હોય છે. બની શકે યુવતીના શરીર પાતળુ હોય શકે, આવી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે.
યુવતી જઈ રહી હતી અને અચાનક બોરવેલમા ખાબકી હતી. આ સમગ્ર ઘટનામાં ગાંધીનગરથી એનડીઆરએફની ટીમ પણ રવાના થઈ છે, ભુજ અને ભચાઉ ફાયર વિભાગ યુવતીને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે.
બોરમાંથી 'બચાવ, બચાવ'નો અવાજ આવ્યો
યુવતીના ભાઈના જણાવ્યા અનુસાર મારી બહેન અને મારી દીકરી વહેલી સવારે બાથરૂમ માટે ગઈ હતી. મારી દીકરી રૂમમાં પાછી આવી હતી અને બાદમાં મારી બહેન ટોયલેટમાં ગઈ હતી. હું સવારે 5.30 વાગ્યે ઉઠ્યો અને પૂછ્યું કે ઈન્દીરા ક્યા છે? તો તેણે કહ્યું કે ઈન્દિરા બાથરૂમ ગઈ છે. તે બાદ તપાસ કરતાં બોરમાંથી 'બચાવ, બચાવ'નો અવાજ આવ્યો હતો. મારી બહેનની ઉંમર 18-19 વર્ષ છે. અમે આ સમગ્ર ઘટના વિશે અમારા શેઠને 5.45 કલાકે જાણ કરી હતી.
સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા સમગ્ર કચ્છમાં ચકચાર મચી ગઈ છે. વાડીમાં ખેતમજૂરી કરતા શ્રમજીવી પતિવારની 18 વર્ષની પુત્રી બોરવેલમાં પડી જતા સ્વજનો સાથે ગ્રામજનોમાં ભારે ગામગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. ઘટનાના પગલે ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ખડેપગે બચાવ કામગીરીમાં જોડાયું છે. જો કે, ચિંતાની વાત એ છે કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ હાલ તેનો અવાજ મળતો બંધ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરાઇ
મામલતદારે વધુમાં જણાવ્યું કે, યુવતીના બચાવ માટે પાઇપ લાઈન મારફતે ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે યુવતીની સ્થિતિ જોવા માટે ફાયર ટીમ દ્વારા ખાસ પ્રકારના કેમેરાને બોરવેલમાં ઉતરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પરિજનોના કહેવા મુજબ યુવતી બોરવેલમાં સરકી પડ્યા બાદ સવાર સુધી તેનો અવાજ આવતો હતો, પરંતુ તંત્રની ટીમ પહોંચ્યાં બાદ યુવતીનો કોઈ અવાજ સાંભળવા મળ્યો નથી. યુવતીના બચાવ માટે NDRFની ટીમને બોલાવવામાં આવી છે. આ ઉપરાંત એક ટીમ ગાંધીનગરથી કચ્છ આવવા રવાના થઈ છે.
મોટી સંખ્યામાં ગામના લોકો એકત્ર થયા
આ યુવતી બોરવેલમાં પડી ગયાની જાણકારી મળી કે તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. શરૂઆતમાં તેનો બચાવોનો અવાજ પણ આવી રહ્યો હતો પરંતુ હાલમાં તેનો અવાજ આવતો પણ બંધ થઈ ગયાની માહિતી છે. આ ઘટનાને કારણે મોટી સંખ્યામાં ગામના લોકો એકત્ર થયા છે. હાલ ગામમાં ગમગીનનો માહોલ છે.
બોરવેલ અકસ્માતને રોકવા શું છે ગાઈડલાઇન
બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે. સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech