ભાવનગરનાં રણીકામાં જુગાર રમતા ૧૮ શખ્સો રોકડા રૂપિયા દોઢ લાખ સાથે ઝડપાયા

  • September 23, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

લોકલ ક્રાઈમ બ્રાન્ચે પટમાં પડેલા રોકડા રૂપિયા ૧,૫૩,૮૦૦ કબજે લીધા


ભાવનગર શહેરના રાણીકા જૂના કુંભારવાડા મકવાણા પાનનો ઢાળથી ડાબી બાજુ મેલડીમાં તથા હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમી રહેલા ૧૮ શખ્સોને રોકડા રૂપિયા દોઢ લાખના મુદ્દા માલ સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળતા તુરંત જ ભાવનગર શહેરના રાણીકા જૂના કુંભારવાડા મકવાણા પાનનો ઢાળથી ડાબી બાજુ મેલડીમાં તથા હનુમાનજીના મંદિર પાસે દરોડો કર્યો ત્યારે સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમી રહેલા સતીષ લક્ષ્મણભાઇ મકવાણા,રાજેશભાઇ ભીખાભાઇ બાંભણીયા,સુનીલ રાજુભાઇ વાળ

જયેશ હરેશભાઇ બાંભણીયા,ગૌતમ મહેશભાઈ ભીલ,રોહન હિતેષભાઇ વાળા,જતીનભાઇ અરૂણભાઇ દાઢીયા

જગદિશભાઇ ગગજીભાઇ ચૌહાણ,ભાસ્કરભાઇ લક્ષ્મણભાઇ વેગડ

,જેસલ નરશીભાઇ બારૈયા ,ખુશાલ ચંદુભાઇ ટંભાણી ,અજય માવજીભાઇ બારૈયા,સાગર સવજીભાઇ શિયાળ ,મહેશભાઇ ભીખાભાઇ વાળા,નીતીનભાઇ ચંદુભાઇ ચૌહાણ ,નિલેશ મનસુખભાઇ સોલંકી,અશ્વિન ભરતભાઇ સોલંકી રાજેશ પરશોત્તમભાઇ વાજાને પટમાં પડેલા રોકડા રૂપિયા ૧,૫૩,૮૦૦ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application