બગસરાથી સુરત જવા માટે સાંજના ઉપડેલી સ્લીપર બસ વડીયા–કુંકાવાવ વચ્ચે પલટી મારી જતા બસમાં સવાર ૧૮ જેટલા મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી જયારે ડ્રાઈવરને ગંભીર ઈજા થતા જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બગસરાથી સાંજના ૪:૩૦ કલાકે ઉપડતી સુરત સ્લીપર બસ વડીયાથી ઉપડયા બાદ કુંકાવાવ જવાના માર્ગ પર અચાનક જ ગાય આડી ઉતરતા ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી. બસમાં સવાર મુસાફરોને નાની–મોટી ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જયારે ડ્રાઈવર રાજાભાઈ હત્પણને ગંભીર ઈજા થતા તાત્કાલિક જેતપુર અને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા બગસરા ડેપો મેનેજર ઘટનાસ્થળે દોડી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા નગરીમા તંત્ર દ્વારા કરાયું ડીમોલીશન, પણ કેવું?
December 27, 2024 07:32 PMજામનગર : ટ્રાફિક નિયમોના ભંગની દંડાત્મક કાર્યવાહી દર્શાવતા બેનરો લાગ્યા છતાં વાહનચાલકો રોંગ સાઈડમાં
December 27, 2024 07:26 PMસીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન, BZ પોન્ઝી સ્કીમનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા મહેસાણામાંથી ઝડપાયો
December 27, 2024 07:08 PMજોડિયાના કડિયા શેરી વિસ્તારમાં આગનો બનાવ
December 27, 2024 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech