1606 શાળા માત્ર એક શિક્ષકથી ચાલે છે: શિક્ષણ મંત્રીની કબૂલાત

  • February 12, 2024 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયની શાળાઓમા શિક્ષકોની ઘટને લઈને શિક્ષણ મંત્રી પર કોંગ્રેસ ના સભ્યો એ પ્રશ્નોત્તરી મા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. રાજ્યમાં શિક્ષકોની સંખ્યાની ઘટને લઈને રાજ્ય સરકારે ભરતી કેલેન્ડર બહાર પાડવું જોઈએ રાજય સરકાર દ્વારા શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે તાકીદના ધોરણે પગલાં લેવા જોઈએ ત્યારે રાજયનાના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં એક શિક્ષક થી ચાલતી શાળાની સંખ્યામાં વધારો નોંધાયો છે એ સાચી બાબત છે.

કોંગ્રેસના ધારાસભ્યો શૈલેષ પરમાર જણાવ્યું હતું કે વર્ષ 2022 માં ગૃહમાં આ મુદે પ્રશ્ન થયો હતો જેમાં જવાબ સરકાર આપ્યો હતો કે 1606શાળામાં એક શિક્ષક થી ચાલે છે.પરતું વર્ષ 2024 ના ફેબ્રુઆરી માસમાં સરકાર જવાબ આપ્યો છે કે 19650 જેટલી શાળામાં શિક્ષકોની ઘટ થઈ છે.હાલ રાજ્યમાં તમામ માધ્યમ ની શાળા મળીને કુલ 19650 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

રાજ્યના શિક્ષણ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું કેરાજ્યમાં ગત વર્ષ ની સરખામણી કરતા ચાલુ વર્ષે શિક્ષકોની શાળામાં ઘટમાં વધારો થયો છે.હાલ રાજ્યની 1606 શાળામાં એક શિક્ષક હેઠળ ચાલી રહી છે.પરંતુ શિક્ષકોની ઘટ પાછળના અન્ય કારણો જવાબદાર છે.જેમા શિક્ષકોની બદલી કેમ્પ, સહિત રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 30 વિધાથી દીઠ 1 શિક્ષક નિમવાનો નિર્ણય છે.

એક શિક્ષકથી ચાલતી શાળામાં વધારો થવા પાછળનુ કારણ 3 મહિના પહેલા શિક્ષકોની બદલી કેમ્પ યોજાયો હતો જેને લઈને ઘટ થઇ છે.30 વિધાર્થીઓએ એક શિક્ષકનો આરટીઈ હેઠળ નિયમ છે. રાજયમા 5 વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી 20 શાળા છે.5 થી10 વિદ્યાર્થીઓ વળી 86 શાળા,11 થી 20 વિદ્યાર્થીઓ ધરાવતી 316 શાળા.21 થી 30 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા 419 શાળા,31 થી 60 વિદ્યાર્થીઓ ધરાવતી 694 શાળા છે જેમાં એક એક શિક્ષક છે.આમ કુલ 1606 શાળા એક શિક્ષકથી ચાલી રહી છે.
મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે આ શિક્ષકોની સંખ્યા આરટીઈ એકટ હેઠળ કરવામાં આવી હતી. તેમજ શિક્ષકોની જિલ્લા બદલી કરીને વતનમાં મોકલવામાં આવતા શિક્ષકોની જગ્યા ખાલી પડી છે.
આ ઉપરાંત કેટલીક શાળામાં તો વિધાર્થીઓ ની સંખ્યા ઓછી છે એટલે તે નિયમ મુજબ શિક્ષકો મુકવામાં આવ્યા છે .રાજ્યમાં શિક્ષકોની ઘટ સહિત રાજ્યની વિવિધ શાળાના માધ્યમ માં ખાલી રહેલ 19650 જગ્યાઓ પર સરકાર વહેલી તકે ભરતી પ્રક્રિયા શરૂ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application