ચોટીલાના સાલખડાથી બે કારમાં રાજકોટ લવાતો 1600 લીટર દેશી દારૂ ઝડપાયો

  • April 03, 2025 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચોટીલાના સાલખડા ગામેથી બે કાર ભરી રાજકોટ લવાતો 1600 લીટર દેશી દારૂ સાથે ત્રણ શખસોને વીરપર ગામની ચોકડી પાસેથી ભાડલા પોલીસે ઝડપી પાડી બે કાર, દેશી દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12,27000નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખસોની પુછપરછ કરતા છ શખસોના નામ આપતા તમામની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ જિલ્લામાં દારૂ સહિતની પ્રવૃત્તિને ડામી દેવા અને આવી પ્રવૃત્તિ કરતા શખસો સામે કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાના પગલે ભાડલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ જે.એચ.સીસોદીયાની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ચોટીલા તરફથી રાજકોટ આવતી જીજે-03-એનએફ-4419 અને જીજે-03-એનએફ-7010 નંબરની બે સ્વીફ્ટ કારમાં દેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જે બાતમીના આધારે ભાડલા પોલીસે વીરપર ચોકડી પાસે વોંચ ગોઠવી પસાર થતી બંને કારને રોકી કાર ચાલક અને સવારના નામ પૂછતાં પોતાના નામ પ્રકાશ ભરતભાઈ ચૌહાણ (રહે-મવડી મેઈન રોડ, રાજકોટ), હિરેન વિનોદભાઈ રાજપરા (રહે-આજીડેમ ચોકડી, રઘુનંદન સોસાયટી,રાજકોટ), વસંત ઉર્ફે કાનો રમેશભાઈ ગણાત્રા (રહે-કોઠારીયા રોડ, સોમનાથ સોસાયટી શેરી નં-4, રાજકોટ)ના હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંને કારની તલાસી લેતા તેમાંથી 1600 લીટર દેશી દારૂ કી.રૂ.3,20,000નો મળી આવતા દારૂનો જથ્થો, બે કાર અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12,27,000નો મુદામાલ કબ્જે કરી ત્રણેય શખ્સોની અટકાયત કરી પોલીસ મથકે લાવી પુછપરછ કરતા દારૂમાં સંજય જેજરીયા (રહે-માંડાડુંગર મેઈન શેરી, રાજકોટ), સંજયનો બનેવી વિક્રમ કોળી (રહે-સાલખડા), યુવરાજ યોગી ગોહિલ (રહે-મવડી), અને બંને કારના માલીકના નામ આપતા પોલીસે છએ શખસો સામે ગુનો નોંધી ફરાર જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ જે.એચ.સીસોદીયાના માર્ગદર્શન હેઠળ પો.હેડ.કોન્સ.નિલેશભાઈ ઝાપડિયા, સિદ્ધરાજસિંહ ડોડીયા,જયેશભાઇ ચાવડા, મહેશભાઈ ગઢાદરા, દશરથભાઈ કાકડિયા, પો.કોન્સ.ગોવિંદભાઇ ધાંધળ, હરેશભાઇ ચાવડા, સહદેવસિંહ ચૌહાણ દવારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application