BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬ જુગારીઓ ઝડપાયા

  • June 25, 2026 12:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૬ જુગારીઓ ઝડપાયા

પાંચ સ્થળોએ પોલીસ ત્રાટકી : રોકડ અને સાહિત્ય કબ્જે

મીઠાપુર તાબેના ગોરીયાળી ગામેથી એલસીબી પોલીસે ટપુભા કારાભા પુનસીયા, ગગાભા ભાયાભા કેર, પોલાભા આશાભા જગતિયા, નાયાભા આલાભા માણેક અને જસરાજભા તોર્યાભા માણેક નામના પાંચ શખ્સોને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા રૂ. ૬,૧૫૦ ની રોકડ રકમ તથા મોબાઈલ અને મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૩૬,૬૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

ભાણવડ પોલીસે ટાઉન વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પ્રતિપાલસિંહ ભોજુભા જાડેજા, મામદ સુલેમાન કોરડીયા, અજીત ઓસમાણ સમા, ઘેલા મેઘાભાઈ વિંઝુડા અને જેસા આણંદભાઈ કારેણા નામના પાંચ શખ્સોને રૂ. ૧૯,૧૮૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

દ્વારકાના કોરાડા ગામેથી રોહિત રાજુ રાઠોડ અને શનિ મનોજ પરમારને તેમજ વરવાળા ગામે આવેલી એક હોટલ પાસેથી સંજય મનોજ પરમાર અને સાગર ભુરાભાઈ પરમારને જ્યારે નાગેશ્વર રોડ પરથી કમલેશ ગોવિંદ પરમાર અને હેમતભા સુરેશભા માણેક નામના શખ્સોને પોલીસે ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા રોકડ, મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application