આ વર્ષે રાખડીના ભાવમાં 15%નો વધારો

  • August 14, 2024 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી સપ્તાહમાં ભાઈ બહેનના હેતનું રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે ત્યારે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીના સ્ટોલ્સ શરૂ થયા છે અને રાખડીનું વેચાણ થઈ રહ્યું છે.આ વર્ષે રાખડીના ભાવમાં 25%નો વધારો થયો છે.
રક્ષાબંધન પર્વ આગામી સપ્તાહમાં આવી રહ્યું છે ત્યારે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રાખડીના સ્ટોલ્સ અને દુકાનોમાંથી રાખડીનું રૂ.10 થી રૂ.150ના ભાવે વેચાણ થઈ રહ્યું છે.આ વર્ષે રાખડીના ભાવમાં 25%નો  વધારો થયો હોવાનું રાખડીના વેપારી દિનેશભાઇએ જણાવ્યું હતુ.
રાખડીની વેરાયટીમાં આ વર્ષે ડાયમંડ અને મેટલની રાખડીઓ ધૂમ મચાવી રહી છે.જ્યારે પહોંચી ટાઈપની અને રુદ્રાક્ષવાળી રાખડીઓ હંમેશની માફક વધુ વેચાઈ રહી છે.તદઉપરાંત વિવિધ ડિઝાઇન અને રંગોમાં ફેન્સી રાખડીઓએ આકર્ષણ  જમાવ્યું છે.બાળકોને લાઇટવાળી અને કાર્ટૂનવાળી રાખડી વધુ પસંદ છે.
નણંદ ભાભીને રાખડી બાંધે તેવું ચલણ વધી રહ્યું છે આથી ભાભીને બાંધવા માટે ખાસ લુમ્બા રાખડી પણ બજારમાં વેચાઇ રહી છે. કેટલાક લોકો જે આર્થિક રીતે સક્ષમ હોય તે સોના તેમજ ચાંદીની રાખડી પણ ખરીદી રહ્યા છે. આથી સોનીની દુકાનોએ પણ આવી રાખડીઓ ખરીદવા માટે ઘરાકી જોવા મળી રહી છે. જેમા ચાંદીની રાખડીની કિંમત રૂ.500થી શરૂ થાય છે. સોનાની રાખડીની પ્રારંભિક કિંમત રૂ.5 હજારથી વધુ છે.
રાખડી વેચવા માટે શહેરના એમ જી રોડ, વોરાબજાર,પિરછલ્લા, ગોળ બજાર , ખારગેટ તેમજ પરા વિસ્તારો જેવા કે ઘોઘાજકાતનાકા, સુભાષનગર,તળાજા જકાત નાકા, કાળીયાબીડ, બોરતળાવ વગેરે સ્થળોએ રાખડીના સ્ટોલ્સ શરૂ થયા છે અને રાખડીનું વેચાણ થઈ રહ્યું છે.હાલ વેચાણ થોડું ધીમું છે પરંતુ આગામી દિવસોમાં વેચાણ વધવાની આશા વેપારીઓ દશર્વિી રહ્યા છે.
રક્ષાબંધનના દિવસે બહેન તેના ભાઈને રાખડી બાંધે છે.પુરાણકાળથી આ પર્વનું મહાત્મય રહેલું છે.જે અંગેના અનેક ઉદાહરણો શાસ્ત્રોમાં જણાવ્યા છે.તો ભાઈ બહેનના રાખડીના પવિત્ર તહેવારની ઇતિહાસમાં પણ અનેક પ્રસંગોની નોંધ જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application