રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ ડ્રેનેજની ફરિયાદો નહીં ઉકેલાતા તેમજ ડ્રેનેજના ગંદા પાણી પીવાના પાણી સાથે ભળી જતા તેમજ રોડ ઉપર નદીની જેમ વહેતા હોય શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેફામ બન્યો છે. રાજકોટ શહેરમાં ડેન્ગ્યુના કુલ કેસનો આકં ૧૧૨એ પહોંચ્યો છે, તદઉપરાંત કોલેરા અને ટાઇફોઇડના પણ વધુ નવા કેસ સહિત વિવિધ રોગચાળાના કુલ ૧૩૫૬ કેસ નોંધાયા છે.
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ આજે જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટ મુજબ રાજકોટમાં ડેન્ગ્યુના વધુ ૨૨ સહિત કુલ ૧૧૨, મેલેરિયાના વધુ ત્રણ સહિત કુલ ૨૦, ચિકનગુનીયાનો વધુ એક સહિત કુલ ૧૯ કેસ મળ્યા છે. આ ઉપરાંત કોલેરાનો વધુ એક સહિત કુલ ચાર કેસ, ટાઈફોઈડનો વધુ એક સહિત કુલ ૫૮ કેસ, શરદી ઉધરસના ૬૮૬ કેસ, ઝાડ ઉલ્ટીના ૨૦૨ કેસ અને સામાન્ય તાવના ૪૪૦ કેસ મળ્યા છે. આ મુજબ વિવિધ રોગચાળાના કુલ ૧૩૫૬ કેસ મળ્યા છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યૂ ફેલાવતા એડીસ મચ્છર દિવસના સમયે જ કરડે છે અને એક જ મચ્છર એક સાથે એકથી વઘુ લોકોને કરડતો હોવાથી વધુ જનસમુદાય હોય તેવા સ્થળોએ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે. એડિસ મચ્છરનું જીવનચક્ર ટૂંકુ હોય છે અને પુન: ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફ સફાઈના અભાવ, પોતાના સ્વાસ્થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તત્રં દ્રારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યતં આવશ્યક છે.
"
તેમણે ઉમેયુ હતું કે આ રોગચાળા દ્રારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તમામ સ્તરે ઘનિ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ પોરાનાશક કામગીરી હેઠળ આરોગ્ય કેન્દ્રના આશાવર્કર તથા વી.બી.ડી. વોલેન્ટીયર્સ સહિતની ૩૬૦ ટીમો દ્રારા ૪૪,૩૪૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવેલ છે તથા ફિલ્ડવર્કરો દ્રારા ૩૦૬૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. તથા સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.
ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૨૬૩ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંક માં ૧૬૪ અને કોર્મશીયલ ૮૧ આસામીને નોટીસ આ૫વામાં આવેલ તથા ા.૭,૧૦૦નો દડં વસુલવામાં આવેલ છે
ડેંગ્યુથી બચવા પાણીના ટાંકા, સેલર, પાકિગ, અગાશી સ્વચ્છ રાખો તેમજ આટલું કરો...
(૧) અગાશી ઉપરના પાણીના ટાંકા, ગ્રાઉન્ડ લોરની પાકિગ પ્લેસ કે સેલરમાં રહેલા પાણીના ટાંકા, સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા વિગેરે હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
(૨) પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
(૩) ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
(૪) બિનજરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
(૫) અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
(૬) છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
(૭) ડેન્ગ્યુનો મચ્છર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાન પુ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કરોડોની ક્રાઈમ બ્રાંચમાં સીસીટીવી કેમેરા જ નથી !
November 23, 2024 02:30 PMમહારાષ્ટ્રમાં જોરદાર જીત બાદ મુંબઈના બીજેપી કાર્યાલયમાં લગાવાયું 'એક હૈં તો સેફ હૈ'નું પોસ્ટર
November 23, 2024 02:00 PMમહારાષ્ટ્રમાં મહાયુતીના જીતના જશ્નની જામનગરમાં ભાજપ દ્વારા ઉજવણી
November 23, 2024 01:57 PMજામનગરમાં ભાજપ આગેવાનો અને કાર્યકરોએ સાબરમતી રિપાર્ટ મૂવી નીહાળી
November 23, 2024 01:54 PMજામનગર પોલીસે SEE વ્હીલ કાર્યક્રમ અંતર્ગત દરિયામાં મોકડ્રીલ યોજી
November 23, 2024 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech