રાજકોટ : રાય ચૂંટણી આયોગ દ્રારા મહાનગરપાલિકા, નગરપાલિકાઓ, તાલુકા તથા જિલ્લા પંચાયતો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો, ૧૧ તાલુકા પંચાયતની ૨૦૨ બેઠકો તેમજ ગોંડલ નગરપાલિકાના ૧૧ વોર્ડની સામાન્ય ચૂંટણી–૨૦૨૬ માટે મતદાન મથકો, બેઠકો, ઈ.વી.એમ., ફરજ પરના સ્ટાફ તથા મતદારોની વિગતો તત્રં દ્રારા જાહેર કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો અને ૧૧ તાલુકા પંચાયતોની ૨૦૨ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. જેના માટે કુલ ૧,૧૮૬ મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે અને ૮,૪૮૦ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર મુકવામાં આવ્યા છે. મતદાન માટે ૨,૬૭૫ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨,૬૭૫ બેલેટ યુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ–૨ કક્ષાના ૨૨ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ–૩ કક્ષાના ૨૨ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
ગોંડલ નગરપાલિકાના ૧થી ૧૧ વોર્ડમાં કુલ ૮૧,૪૭૧ મતદારો છે, જેમાં ૪૨,૨૩૫ પુષ અને ૩૯,૨૩૦ મહિલા તથા ૦૬ અન્ય મતદારો છે. નગરપાલિકામાં ૮૬ મતદાન મથકો માટે ૧,૭૦૨ કર્મચારીઓ ફાળવવામાં આવ્યા છે. અહીં ૧૧૩ ઈ.વી.એમ. કંટ્રોલ યુનિટ અને ૨૨૬ બેલેટ ચુનિટનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે વર્ગ–૧ કક્ષાના બે અધિકારી તથા વર્ગ–૨ કક્ષાના બે અધિકારીને ફરજ સોંપવામાં આવી છે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચૂંટણી તત્રં દ્રારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રાજકોટ તાલુકા–જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તાલુકાવાર વિવિધ વિગતો જોઈએ તો રાજકોટ તાલુકા પંચાયતની ૨૨ બેઠક અને જિ.પં.ની ૦૬ બેઠકોની ચૂંટણી માટે ૧૭૨ મતદાન મથકો નક્કી કરાયા છે. કુલ ૧,૩૪,૪૮૨ મતદારો નોંધાયા છે.
પડધરી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૮૮ મતદાન મથકોમાં ૬૧,૫૯૫ મતદારો નોંધાયા છે.
લોધિકા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક હેઠળ ૬૩ મતદાન મથકોમાં ૪૬,૬૦૨ મતદારો નોંધાયા છે.
કોટડા સાંગાણી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક હેઠળ ૮૫ મતદાન મથકોમાં ૬૬,૦૭૫ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
ગોંડલ તા. પ.ં ૨૨ અને જિ.પં.ની ૦૫ બેઠક માટે ૧૬૮ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૧,૩૯,૧૦૪ મતદારો નોંધાયા છે.
જેતપુર તા.પં.ની ૨૦ અને જિ.પં.ની ૦૪ બેઠક હેઠળ ૧૨૪ મતદાન મથકોમાં ૧,૦૨,૦૩૭ મતદારો નોંધાયા છે.
જામકંડોરણા તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૮૧ મતદાન મથકોમાં ૬૦,૭૦૨ મતદારો નોંધાયા છે.
ધોરાજી તા.પં.ની ૧૬ અને જિ.પં.ની ૦૨ બેઠક માટે ૬૧ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૫૧,૭૯૫ મતદારો નોંધાયા છે.
ઉપલેટા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૦૩ બેઠક સાથે ૯૧ મતદાન મથકો નક્કી કરાયા છે અને ૭૩,૯૭૩ મતદારો નોંધાયા છે.
જસદણ તા.પં.ની ૨૨ અને જિ.પં.ની ૦૫ બેઠક માટે ૧૪૭ મતદાન મથકોમાં ૧,૨૪,૬૪૬ મતદારો છે.
વિંછીયા તા.પં.ની ૧૮ અને જિ.પં.ની ૦૩ માટે ૧૦૯ મતદાન મથકોમાં ૯૫,૫૧૧ મતદારો છે.
આમ ૧૧ તા.પં.ની કુલ ૨૦૨ બેઠક અને જિ.પં.ની ૩૬ બેઠક માટે ૧૧૮૯ મતદાન મથકો નક્કી કરાયા છે અને કુલ ૯,૫૬,૫૨૨ મતદારો નોંધાયાં છે.