રાજકોટ મહાપાલિકાનાં કમિશનર તુષાર સુમેરાની સુચના અનુસાર આજે વેરા વસુલાત શાખા બાકી મિલકત વેરો વસુલવાની રીકવરી ઝુંબેશ અંતર્ગત રૈયા રોડ ઉપર આમ્રપાલી બ્રિજથી સદગુ કોમ્પ્લેકસ સુધીમાં ૧૧ મિલકતો સીલ કરાઇ હતી તેમજ ૧૦ મિલકતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થઇ હતી. શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં પાંચ નળ કનેકશન કપાત તથા બે નળ કનેકશન કપાત કરતાં રીકવરી થઇ હતી. ૪૧૦ કરોડના ટાર્ગેટ સામે આજે બપોર સુધીમાં કુલ ૩૩૧.૬૨ કરોડની રિકવરી થઇ હતી. આ કાર્યવાહી ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણી, આસિસ્ટન્ટ કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના સ્ટાફ દ્રારા કરવામાં આવી હતી.
વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારીઓએ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૨માં રૈયા રોડ ઉપર આમ્રપાલી બ્રિજ નજીકના ધ સીટી સેન્ટરમાં થર્ડ લોર શોપ નં.૩૩૫ સીલ, રૈયા રોડ ઉપર આવેલ સદગુ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ લોર ઉપર શોપ નં.૨૭ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી . ૯૮,૦૦૦નો ચેક આપેલ, રૈયા રોડ ઉપર આવેલ અન્ય એક યુનીટ સીલ, હનુમાનમઢી પાસે આવેલ એક યુનીટનાં બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૯,૦૦૦નો ચેક આપેલ, જામનગર રોડ પર આવેલ પુષ્કરધામ ગ્રાઉન્ડ લોર શોપ નં.૬, ૭, ૧૦૭ સહિત ત્રણ દુકાન સીલ, શ્રમજીવી સોસાયટીમા ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૯૮,૩૬૭, રૈયા રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૬૨,૭૩૦, મોચી બજારમાં આવેલ ગોકુલ કોમ્પ્લેક્ષ થર્ડ લોર શોપ નં.૩૧૪ સીલ, વોર્ડ નં.૩માં દરબારગઢ મેઈન રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૬૬,૨૪૬, દાણાપીઠ બજારની લાભ ચેમ્બર્સમાં થર્ડ લોર શોપ નં.૩૦૮ સીલ, વોર્ડ નં.૪માં કુવાડવા રોડ પર આવેલ ૧ યુનીટનાં બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૦,૦૦૦, વોર્ડ નં.૫માં શકિત સોસાયટી મેઇન રોડ પર આવેલ ૧ નળ કનેકશન કપાત કરતાં રીકવરી .૭૦,૫૦૦નો ચેક આપેલ, પેડક રોડ ઉપર આવેલ ૧ નળ કનેકશન કપાત, શકિત સોસાયટીમાં ૧ યુનિટના બાકી માગણાં સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૭૫,૦૦૦નો ચેક આપેલ, વોર્ડ નં.૬માં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કવાર્ટર નં–૫૮ ૧–નળ કનેકશન કપાત, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કવાર્ટર નં–૧૧૨૫નું ૧ નળ કનેકશન કપાત, વોર્ડ નં.૮માં ૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલ ક્રિસ્ટલ કોમર્શિયલ કોમ્પલેક્ષ ફસ્ર્ટ લોર શોપ નં.૧૦૧ સીલ, વોર્ડ નં.૧૩માં ઉમાકાન્ત ઇન્ડ.એરીયામાં ૧–યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી .૩.૯૦ લાખનો ચેક આપેલ, વોર્ડ નં.૧૪માં કાન્તા ક્રી વિકાસ ગૃહ રોડ ઉપર આવેલ આરાધના કોમ્પ્લેક્ષમાં ફસ્ર્ટ લોર શોપ નં.૧૦૧, ૧૦૭ અને ૧૦૮ ને સીલ, વોર્ડ નં.૧૫માં નવા થરોળા વિસ્તારમાં સર્વેાદય સોસાયટી ૧–નળ કનેકશન કપાત, અન્ય ૧ નળ કનેકશન કપાત કરતાં ચેક આપેલ, વોર્ડ નં.૧૬માં કોઠારીયા મેઈન રોડ પર આવેલ મણીનગરમાં ૧–નળ કનેકશન કપાત, વોર્ડ નં.૧૮માં ઢેબર રોડ સાઉથ ઉપર આવેલ ૧ યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૫,૦૦૦નો ચેક આપેલ,ગોંડલ રોડ ઉપર આવેલ ૧ યુનિટના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરીમાં .૩૦,૦૦૦નો ચેક આપ્યો હતો.આજે બપોર સુધીમાં કુલ ા.૧૫.૯૨ લાખ રીકવરી થઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ઉતરાયણ બની ઘાતક, 10 લોકોના ગાળા કપાયા, અકસ્માતની 21 ઘટના, જાણો તંત્રએ લોકોને શું અપીલ કરી?
January 14, 2025 01:09 PMટ્રમ્પે અમેરિકનોને જ વધુ નોકરીએ રાખવાનું વચન આપ્યું, H-1B વિઝા પોલિસીથી ભારતીયોનું ટેન્શન વધ્યું
January 14, 2025 12:57 PMગૌતમ અદાણીની અદાણી પાવર સહિતની કંપનીઓના શેર 20 ટકા સુધી વધ્યા, જાણો આ ઉછાળાનું રહસ્ય
January 14, 2025 12:51 PMશું આઇફોન હેક થઈ શકે? જાણો સિક્યોરિટી રિસર્ચરે શું મોટો ખુલાસો કર્યો
January 14, 2025 12:42 PMજોધપુર સગીર બળાત્કાર કેસમાં આસારામ ૧૧ વર્ષ પછી જામીન પર બહાર આવશે, હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત
January 14, 2025 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech