ભાવનગર : આયુષ સોનોગ્રાફી એન્ડ એક્સ રે ક્લિનિકમાં દારૂની મહેફિલ માણતા ૧૧ શખ્સો ઝડપાયા

  • August 06, 2023 02:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર શહેરના જેલ રોડ પર આવેલા આદર્શ કોમ્પલેક્ષ ના આયુષ સોનોગ્રાફી એન્ડ એક્સ રે નામના ક્લિનિકમાં નિલમબાગ પોલીસે દરોડો કરી દારૂની મહેફીલ માણતા ૧૧ નબીરાઓને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ નીલમબાગ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આદર્શ કોમ્પ્લેક્સ નજીક પહોંચ્યા ત્યારે જોર જોરથી વાતો કરવાના અવાજ આવતા નીલમબાગ પોલીસ આગળ કોમ્પ્લેક્સ માં રહેલા આયુષ સોનોગ્રાફી એન્ડ એક્સ રે નામના ક્લિનિકમાં વોટ ગોઠવી દરોડો કર્યો ત્યારે દારૂની મહેફિલ માણી રહેલા સાજનભાઇ નરેન્દ્રભાઇ મકવાણા,સુરેશભાઇ વસનભાઇ સોલંકી,પ્રતીકભાઇ દર્શનભાઇ મકવાણા,હિરેનભાઇ પ્રકાશભાઇ જાંબુચા,હર્ષભાઇ નરેન્દ્રભાઇ ચૌહાણ,રૂદ્ર રાજુભાઇ ચૌહાણ,અમીત મહેશભાઇ ચૌહાણ

,દેવાંશ શાંતીભાઇ મકવાણા,રવીભાઇ ચેતનભાઇ જાંબુચા,કમલેશભાઇ દિનેશભાઇ મકવાણા,પવન રમેશભાઇ ડાભીને વિદેશી દારૂની ખાલી બોટલો અને ગ્લાસ મળી કુલ રૂપિયા ૨૨૬ ના મુદ્દામાં સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application