વાંકાનેર લોહાણા સમાજના સર્વેસર્વા અને એક માત્ર રઘુવંશી ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને થયું કે જીવનમાં સમાજ માટે કંઇક કરવું. જેમને ૨૦૧૭માં સૌરાષ્ટ્ર્ર મધ્યે અને સૌ.રઘુવંશી ગર્વથી કઇ શકે કે આ અમારુ રામધામનું નિર્માણ કરવા દ્રઢ સંકલ્પ કર્યા હતાં. ત્યારબાદ મહામંડલેશ્ર્વર શ્રીશ્રી ૧૦૦૮ સદગુરૂદેવ હરીચરણદાસ મહારાજ (ગોંડલ રામજી મંદિર)ની આજ્ઞા લેવા પહોંચ્યા હતાં.
૨૦૧૭માં સમગ્ર સૌરાષ્ટ્ર્ર–ગુજરાત, કચ્છ–મહારાષ્ટ્ર્રમાં વસતા રઘુવંશી સમાજનું વાંકાનેર ખાતે મહાસંમેલન બોલાવ્યુ અને સમાજ સામે રામધામ નિર્માણની વાત મુકતા સમાજે પણ આ વાતને એકી અવાજે સ્વીકારી ત્યારે જીતુભાઇ સોમાણીએ સંમેલનમાં જ ઉપસ્થિત જ્ઞાતિજનોની હાજરીમાં જયાં સુધી રામધામનું કાર્ય આગળ ન ચાલે ત્યાં સુધી પગમાં પગરખા ન પહેરવાની નેમ (બાધા) રાખેલ અંતે ૨૦૨૧માં વાંકાનેર–ચોટીલા બાઉન્ડ્રી નજીક જાલીડા ગામની સીમમાં રામધામ નિર્માણ માટે જમીન લેવાનું નકકી કરાયેલ ત્યારબાદ ગુરૂદેવની આજ્ઞા બાદ જમીનનો સોદો કરવામાં આવેલ.
પાંચ વર્ષ સુધી પગમાં ચંપલ ન પહેરનાર જીતુભાઇને રામધામ માટે જગ્યા લેવાઇ જતાં સદગુરૂદેવ હરિચરણદાસ મહારાજની આજ્ઞા મુજબ રામધામની પાવનભૂમિ પર પુ.બાપુએ પગરખા પહેરવાની આજ્ઞા કરેલ. જોગાનુજોગ જીતુભાઇ સોમાણી ૨૦૧૭ની વાંકાનેર–કુવાડવા વિધાનસભાની ચૂંટણી પણ ઉઘાડા પગે લડેલ હતાં. તા.૧૬–૨–૨૪થી તા.૧૯–૨–૨૪ ચાર દિવસીય રામધામ (જાલીડા) ખાતે ગુરૂદેવની આજ્ઞા મુજબ ૧૦૮ કુંડી રામ મહાયજ્ઞ તથા ગુજરાત–મહારાષ્ટ્ર્ર તથા કચ્છના સમસ્ત લોહાણા (રઘુવંશી) સમાજ માટે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો વિવિધ ધાર્મિક જગ્યાના સંતો–મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે.
તમામ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ઉપસ્થિત સંતો મહંતો તથા જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં અન્ન અને કઠોળ ન ખાવાની નેમ સંતો–મહંતો તથા જ્ઞાતિજનો અને ટ્રસ્ટઓના હાથે પારણા કરશે.
આગમી તા.૧૬–૨થી ૧૯–૨ તેમ ચાર દિવસીય કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્ર્ર ગુજરાત તથા કચ્છમાં દરેક ગામમાં લોહાણા મહાજનને રૂબરૂ મળી આમંત્રણ પત્રિકા(કંકોત્રી) શ્રી રામધામના ટ્રસ્ટીઓ તથા રઘુવંશી યુવાઓના પ્રવાસ કરવા તા.૧–૨થી સદગુરુદેવ રણછોડદાસજી આશ્રમ ખાતે પ્રસ્થાન થશે.
આ શ્રી રામ શીલાની પાંચ દિવીસ પુજા કરશે તેમજ દરેક ગામોનું જલ માટી એકત્રીત કરી આગામી તા.૧૬–૨ને શુક્રવારે બપોરે બે કલાકે ગોંડલ રામજી મંદિરના ગાદિપતિ જયરામદાસજી મહારાજ તથા કમીજલ ખાતે આવેલ ભાણસાહેબની જગ્યામાં જાનકીદાસબાપુ ઉપરાંત કચ્છથી ચંદુમાંની વિશેષ ઉપસ્થિતિમાં વાંકાનેર લોહાણા મહાજન વાડી ખાતેથી જલયાત્રાનું પ્રસ્થાન થશે. શહેરના રાજમાર્ગેા પર ફરી નિર્માણધીન શ્રી રામધામ (જાલીડા) ખાતે પહંચશે. સંતો મહંતો તથા જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં દેહ સુધી કાર્યક્રમ યોજાશે.
આ જલયાત્રામાં આકર્ષક લોટ ઉપરાંત પાંચસોથી વધુ ગાડીઓ તથા યુવાનો બાઈકો સાથે જોડાશે. ઉપરાંત આ ભવ્યતાથી ભવ્ય જલયાત્રામાં તમામ બહેનો એકસરખી સાડી ડ્રેસ કોડમાં તેમજ ભાઈઓ અને યુવાનો કેસરી ઝભો અને સફેદ પેન્ટમાં જોડાશે. એક સરખી સાડી મેડવવા રામધામ મહિલા મંડળના પ્રમુખ સોનલબેન મોરબી મો.ન.ં ૯૮૯૮૦ ૨૪૬૫૩ ઉપર સંપર્ક કરવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech