કોડીનારના બાવા પીપળવામાં ૨૦૦ મીટર રસ્તાના મુદ્દે ૧૦૫ લોકોની સામૂહિક આત્મવિલોપનની ચીમકી

  • July 11, 2023 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામે બાકી રહી ગયેલા ૨૦૦ મીટરના રોડની કામગીરી મુદ્દે ગામના ૧૦૫ જેટલા લોકોએ સામૂહિક આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે.પીપળવા ગામના નાગરિક દિનેશભાઈ નાથાભાઈ સોલંકીએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ બાવાના પીપળવાથી મજેવડી રોડ બનાવવા માટે જે.પી.સ્ટકચર પ્રા.લી.ને તા.૨૨થી કામ ચાલુ કરવા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં ઇજારદાર દ્વારા ગામની અંદરથી પસાર થતા ૨૦૦ મીટર રોડની કામગીરી આજદિન સુધી કરવામાં ન આવતા અને અધૂરામાં ઇજારદારે ૩૦/૮/૧૭ ના રોજ કામ પૂર્ણ કર્યું હોવાનું જાહેર કરી દેતા આ અંગે જવાબદાર અધિકારીઓ અને ઇજારદારે મીલીભગત અને સાંઠગાંઠ ગોઠવી રોડનું કામ થઈ ગયેલ છે તેવું ખોટું રેકોર્ડ ઉભુ કરી ઇજારદારને કામ માંથી મુક્ત કરવા ઠરાવ કરી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું અને બાબતે ગામના લોકોએ કેટલાક વર્ષોથી અનેક વખત રજૂઆતો કરવા છતાં સ્થાનિક અને ભ્રષ્ટ અધિકારીઓ રોડ ની કામગીરી કરવા કોઈ કાર્યવાહી કરતા ન હોવાનો આક્ષેપ કર્યો છે.  બાકી રહી ગયેલા ૨૦૦ મીટર રોડ ની કામગીરી ૧૫ દિવસ માં પૂર્ણ કરવામાં નહિ આવે અને રસ્તાની કામગીરીમાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવે તો બાવાના પીપળવા ગામના ૧૦૫ જેટલા લોકો રસ્તાની કામગીરી ના સ્થળે સામૂહિક આત્મ વિલોપન કરશે તેવી પત્રના અંતમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application