રાજકોટ શહેરમાંથી એસટી બસના મુસાફરો છીનવી જતા 100 જેટલા ખાનગી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા તેમજ અન્ય 176 ખાનગી વાહનોને મેમો આપી કુલ રૂ.6,18,394ના દંડની વસુલાત કરવામાં આવી હતી.વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ઢેબર રોડ એસટી બસ પોર્ટ વિસ્તાર, ગ્રીનલેન્ડ ચોકડી, માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી, બેડી ચોકડી, આજી ડેમ ચોકડી સહિતના શહેરના હાઇવે એન્ટ્રી પોઇન્ટ્સ તેમજ શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં આવેલા બસ સ્ટોપ ઉપરથી એસટી બસના મુસાફરો છીનવતા કુલ 100 ખાનગી વાહનો ડિટેઇન કરાયા હતા જેમાં ઇકો કાર, તુફાન જીપ, સિટી રાઇડ, મિની બસ, ખાનગી ટ્રાવેલ્સ કંપ્નીઓની લકઝરી બસ સહિતના વાહનો સમાવિષ્ટ છે. અન્ય 176 ખાનગી વાહનોને મેમો અપાયા હતા તેમજ કુલ રૂ.6.18 લાખના દંડની વસુલાત કરાઇ હતી. રાજકોટ શહેરમાં એસટી બસ પોર્ટ ઉપરાંત ડિવિઝન હેઠળના ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના તમામ નવ ડેપોના વિસ્તારમાં પણ રાજકોટ શહેરની જેમ નો-પાર્કિંગ ઝોનના ભંગ અંગે ચેકિંગ કરવા તેમજ સીઓ ચેકિંગની કાર્યવાહી કરવા માટે વિભાગીય નિયામક જે.બી. કલોતરા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કામગીરીમાં રાજકોટ એસટી ડિવિઝનના સ્ટાફ સાથે આરટીઓ તેમજ ટ્રાફિક પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅહી પક્ષી ઘરમાં પક્ષીઓની આવી રીતે રાખવામાં આવી રહી છે સાર સંભાળ!
May 18, 2024 11:56 AMજૂનાગઢ: જવેલર્સનો મેનેજર ૯૧ લાખનું સોનું ઓળવી ગયો
May 18, 2024 11:25 AMજામનગર: કાળઝાળ ગરમીમાં ગ્રેઇન માર્કેટના મજૂરોની હાલત જાણો
May 18, 2024 11:22 AMકેશોદમાં અસહ્ય વેરા મામલે હિતરક્ષક સમિતિ દ્વારા ભૂખ હડતાલ
May 18, 2024 11:22 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech