ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટયું અને ઉમેદવારોની આશા પર પાણી ફેરવાઈ ગયું છે. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 16 આરોપીની ધરપકડ કરી છે. ગુજરાત, બિહાર અને ઓરિસ્સામાં પેપર લીક થવાનું કનેક્શન સામે આવ્યું છે.આ મામલે 15 આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓ આગામી 10 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ પર રહેશે.
વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતાહવે ATS હૈદરાબાદ, ઓડિશા અને બિહારમાં જઇને વધુ તપાસ કરી શકે છે. જે પછી વડોદરા અને ઉત્તર ગુજરાતના વધુ કેટલાક આરોપીઓના નામ ખૂલવાની શક્યતા છે. ATSની ટીમમુખ્ય સૂત્રધાર જીત નાયકને હૈદરાબાદથી અમદાવાદ લઈને આવી હતી. જીત નાયકે પેપરની ચોરી કરીને પેપર પ્રદીપને આપ્યું હતું. આ પેપરલીક કાંડમાં પ્રાંતિજના વદરાડ ગામના હાર્દિક શર્માની સંડોવણી સામે આવી છે. હાર્દિક શર્મા ખાનગી નર્સીંગ કોલેજમાં ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદ નજીકથી ટ્રકનાં ચોરખાનામાંથી વિદેશી દાનો જથ્થો મળ્યા
July 08, 2024 04:39 PMજમ્મુના કઠુઆમાં સેનાના વાહન પર આતંકી હુમલો, સર્ચ ઓપરેશન ચાલુ
July 08, 2024 04:37 PMમોરબીમાં ગાડી ચડાવવાનો પ્રયાસ કરી કારમાં તોડફોડ કરી
July 08, 2024 04:35 PMઅમરેલીની બહારપરા પોલીસ ચોકી સળગાવવાનો પ્રયાસ: આરોપી ઝબ્બ
July 08, 2024 04:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech