હળવદ નજીકથી ટ્રકનાં ચોરખાનામાંથી વિદેશી દા‚નો જથ્થો મળ્યા

  • July 08, 2024 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસની આવતી માટીની ટ્રકમાં ચોરખાનું બનાવી ઈંગ્લીશ દારૂ અને બીયરનો જથ્ો છુપાવી હેરાફેરી કરવામાં આવતી હોય એલસીબી ટીમે હળવદ નજીકી ટ્રકને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂ અને બીયર સહીત કુલ રૂ ૧.૧૩ લાખનો જથ્ો તેમજ ટ્રક સહીત ૬.૧૮ લાખની કિમતનો મુદામાલ જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે



મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટાટા ટેઈલર આરજે ૨૭ જીબી ૨૫૩૯ વાળીમાં માટી ભરેલ હોય જે ટ્રેઇલર નીચે ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્ો ભરી અમદાવાદ તરફી મોરબી આવવાનો હોવાની બાતમી મળતા એલસીબી ટીમે હળવદ મોરબી ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને ટ્રક આરજે ૨૭ જીબી ૨૫૩૯ વાળું પસાર તા રોકીને ચેક કર્યું હતું જે ટ્રકના ચોરખાનામાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂની જોની વોકર વ્હીસ્કી બોટલ નંગ ૪૮ કીમત રૂ ૮૬,૪૦૦ સિગ્નેચર વ્હીસ્કી બોટલ નંગ ૨૪ કીમત રૂ ૧૯,૬૮૦ અને બીયર ટીન નંગ ૭૨ કીમત રૂ ૭૨૦૦ સહીત કુલ રૂ ૧,૧૩,૨૮૦ ની કિમતનો દારૂનો જથ્ો મળી આવ્યો હતો


જેી પોલીસે દારૂનો જથ્ો અને ટ્રક સહીત કુલ રૂ ૬,૧૮,૨૮૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી ટ્રક ચાલક તખતસિંગ શંભુસિંગ ચુંડાવત (ઉ.વ.૪૭) રહે રાજસન વાળાને ઝડી લીધો છે તો માલ મંગાવનાર આરોપીમાં મુસ્તાક રહે મોરબી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા હળવદ પોલીસ મકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application