નવા બંદરથી રાજપરા બંદર સુધીના ૩ નોટીમાઈલ સુધી પ્રધાનમંત્રીના આગમન પૂર્વે પેટ્રોલિંગ કરાયું હતું આજકાલ પ્રતિનિધિ ઉના ઊનાના નવાબંદર મરીન પોલીસ દ્રારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર સોમનાથ જિલ્લ ાની મુલાકાત દરીયાઇ સીમા સુરક્ષાની સ્થિતિનું નિરિક્ષણ નવાબંદર મરીન પોલીસ અધિકારી વી.કે. ઝાલા દ્રારા હાથ ધરવામાં આવતાં ત્રણ નોટીમાઈલ દરીયાઈ પેટ્રોલીંગદરમિયાન ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત લાઈન ફીશીગ કરતી દીવનાં વણાંકબારા અને વલસાડ ની ફિશીંગ બોટ નજરે ચડતાં નવાબંદર સૈયદ રાજપરા દરિયાઈ સીમા અંદરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેર કાયદેસર લાઈન ફીશીંગ કરતી બોટો વિધ્ધ કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જ આઈ.જી.પી નિલેશ જાજડીયા પોલીસ અધિક્ષક મનોહરસિંહએન.જાડેજા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી દ્રારા સંવેદનશીલ લેન્ડીંગ પોઇન્ટ તથા દરીયાઈ વિસ્તારમાં બોટહોડી ફીશીગ દરમ્યાન ચેક કરી ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા મળી આવેલ ઇસમો વિધ્ધ સખ્ત કાર્યવાહી કરવા આપેલ સુચના આપતાં ઊનાનાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઈ કે.ઝાલા પોલીસ કોન્સ. રાજેશભાઈ ડોડીયા બોટ માસ્ટર ઇરફાનભાઈ હ સોઢા વિગેરે દ્રારા નવાબંદર મરીન પોલીસ ની સરકારી બોટ ન.ં –જીજેએમપી ૧૨–૧૫ દ્રારા દરીયાઈ પેટ્રોલીંગ કરી રહ્યા હતાં નવાબંદર મરીન જેટીથી સૈયદ રાજપરા બંદર સુધીનાં દરીયાઈ પેટ્રોલીંગ દરમિયાન સીમર બંદરની સામે આશરે ૦૩ નોટીકલ માઇલ દુર એક લાઈનમાં એક સાથે દશ જેટલી બોટ પ્રતિબધં લાઇન ફીશીંગ કરતી હોય ત્યા પેટ્રોલીંગવાળી સરકારી બોટ તથા પોલીસ સ્ટાફને જોઇ જતા પોત પોતાની બોટોની ફિશીંગ ઝાળ ઉપાડવાનુ ચાલુ કરતા બોટ પેટ્રોલીંગના પોલીસ સ્ટાફએ તમામ બોટો ગેર કાયદેસર લાઈન ફિશિંગ કરતી હોય તેમના વિધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી લાઈન ફીસીંગ કરતી બોટોની રામનદ –ડી ડી–૦૨ –એમ.એમ–૧૯૫૯ બોટ નાં ટંડેલ– માનુષ ઉર્ફે મનોજ સોમાભાઈ સોલંકી વણાંક બારા દીવ, રામ પ્રસાદ ડી.ડી.૦૨ ૧૯૬૩ ટંડેલ– હરેશ રામજીભાઈ પાંજની ઉવ૩૬ રહે વણાકબારા ધનજન ડી ડી ૦૨ એમ.એમ ૧૮૫૭ ટંડેલ–જીનેશ રાજેશભાઈ માંગેલા ઉવ.૨૬ રહે માંગેલવાડ નાના સુરવાડા તા.જી. વલસાડ શિવશકિત ડી.ડી.૦૨ એમ એમ ૧૯૫૧ ગુલાબ રામજીભાઈ ચારણીયા ઉવ.૩૯ રહે વણાંકબારા દિવ, કિસ્મત ડી.ડી.૦૨ એમ એમ ૧૧૫૭ ટંડેલ– ભવ્યેશ સોમાભાઈ સોલંકી વણાંકબારા દિવ ખોડીયાર કૃપા ડી ડી ૦૨ એમ એમ ૧૮૬પ ટંડેલ– અરવિંદ મેણસીભાઈ ડોડીયા કોળી ઉવ.૩૮, જાખરવાડા તા.ઉના ધન પ્રસાદ ડી ડી ૦૨ ૧૬૭૨ વસંતભાઈ સીદીભાઈ બાંભણીયા રહે જાખરવાડા તા.ઉના જય ખોડીયાર ડી ડી ૦૨ એમ એમ ૨૦૪૮ ટંડેલ– જમનાદાસ પુંજા સોલંકી ઉવ.૫૫ રહે વણાંકબારા દિવ સોનલ સાગર ડી ડી ૦૨ એમ એમ ૧૭૬૪– મનોજ રામજીભાઈ ચારણીયા વણાંકબારા દિવ ચામુંડા કૃપા ડી ડી ૦૨ એમ એમ ૧૫૦૦– કિરણકુમાર વેલજી બારૈયા વણાંકબારા દિવ વાળા સામે મત્સ્યોધોગ વિભાગનાં ફીશરીઝનાં કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ.ઈન્સ વી.કે.ઝાલા તથા એ.એસ.આઈ કંચનબેન પરમાર પો.હેડકોન્સ કાનજીભાઈ ક વાણવી તથા કનુભાઈ બાંભણીયા તથા બોટ માસ્ટર ઇરફાનભાઈ સોઢા વિગેરે સ્ટાફ જોડાયા હતા લાઈન ફીશીગ સામે પોલીસ ની કાર્યવાહી થી સમગ્ર માછીમાર બોટ માલીકોમાં ફફડાટ વ્યાપી ગયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech