જામનગર: જોડીયામાં ફળીયામાં બાળકોને નહી રમવા દેવા બાબતે મહિલાઓની તકરાર

  • May 13, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જોડીયામાં ફળીયામાં બાળકોને નહી રમવા દેવા બાબતે મહિલાઓની તકરાર

માતાને ઢીકા-પાટુનો માર માર્યો: માસુમ પુત્રને પથ્થર વડે ઇજા કરી: બે મહિલા સહિત ચાર સામે રાવ

જોડીયાના નાનોવાસ મફતીયા પ્લોટમાં એક મહિલાને ઢીકાપાટુનો માર મારીને ધમકી દેવામાં આવી હતી તેમજ છુટા પથ્થરનો ઘા કરતા તેણીના પુત્રને માથામાં ઇજા થઇ હતી આ અંગે પાડોશમાં રહેતા મહિલા સહિતના ચાર આરોપી સામે ફરીયાદ કરવામાં આવી છે, ફળીયામાં બાળકોને નહી રમવા દેવા બાબતે આ માથાકુટ થઇ હતી.

જોડીયાના મફતીયાપરામાં રહેતા ફાતમાબેન એજાઝભાઇ પરમલ-વાઘેર (ઉ.વ.૩૩) નામની મહિલાનો ૬ વર્ષનો દિકરો તથા ૮ વર્ષની દિકરી ગઇકાલે ફળીયામાં રમતા હતા એ દરમ્યાન આરોપીઓએ બાળકોને ફળીયામાં નહી રમવા દેવા બાતે ફરીયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો.

દરમ્યાનમાં એક આરોપીએ છુટા પથ્થરનો ઘા કરી ફરીયાદીના પુત્રને માથામાં ફુટ થાય તેવી ઇજા કરેલ અને અન્ય આરોપીઓએ એક સંપ કરી ફાતમાબેનને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી હતી.

ફાતમાબેન દ્વારા આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં નાનો વાસ મફતીયા પ્લોટ ખાતે રહેતા રફીક ઇસ્માઇલ પરમલ, ઇરફાન ઇસ્માઇલ પરમલ, અમીનાબેન રફીક પરમલ અને સાબેરાબેન ઇરફાન પરમલની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application