જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રંગમતી નદીના પુલ પરથી રાત્રીના આશરે એક વાગ્યે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પુલ પરથી છલાંગ લગાવી આત્મહત્યાની કોશીષ કરી હોવાની અહીથી પુલ પરના રાહદારીઓને જાણ થતા તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. દરમ્યાનમાં પુલ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
આ ઘટનાની જાણ થતા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ પુલ પર આવીને લોકોના ટોળા અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો.
ત્યારબાદ, સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા જામનગર ફાયર વિભાગને જાણ કરાઇ હતી. ત્યારબાદ , જામનગર મહાનગર પાલિકાની ફાયર વિભાગ આવી પહોંચ્ચી હતી અને પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા અજાણ્યા વ્યક્તિને શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પરંતુ આ ઘટનામાં અજાણ્યા વ્યક્તિની શોધ વહેલી સવાર સુધી કરવામાં આવી હતી પણ વ્યક્તિ મળી આવેલ ન હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application