જામનગર ક્રિકેટ બંગલાના સ્વીમીંગ પુલમાં પ્રદૂષિત પાણી

  • June 13, 2026 05:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર ક્રિકેટ બંગલાના સ્વીમીંગ પુલમાં પ્રદૂષિત પાણી 

જામનગરના ક્રિકેટ બંગલામાં એસ.એ.જી. સંચાલિત સ્વીમીંગ પુલમાં ડહોળુ અને દુર્ગંધયુકત પાણી હોવાની ફરીયાદો ઉઠી છે. પક્ષીઓના ચરક અને ઇંડા પણ પાણીમાં પડતા હોવાના આરોપ સાથે આ પ્રદૂષિત પાણીથી તરવૈયાઓના સ્વાસ્થ્ય પર જોખમ હોવાની સ્થિતી અંગે તરવંયાઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે. 
​​​​​​​
આ ઉપરાંત સ્વીમીંગ પુલ ઉપરના છાપરાના પતરામાંથી પણ ટુકડાઓ પાણીમાં પડતા હોવાના અને તરવંયાઓના જીવ પર જોખમ ઉભું થતુ હોવા સહિતના મુદાઓ પર અહિં તાત્કાલિક સમારકામ કરાવવા તથા પ્રદૂષિત પાણીની સમસ્યા દૂર કરી સ્વચ્છ પાણી ભરવા માટે જીલ્લા રમતગમત અધિકારીને રજુઆત કરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application