દ્વારકા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૫૨ વિકાસ કાર્યો માટે રૂ.૯૩૦.૮૪ લાખના કામો મંજુર

  • June 05, 2026 12:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ૨૫૨ વિકાસ કાર્યો માટે રૂ.૯૩૦.૮૪ લાખના કામો મંજુર

જનહિતલક્ષી વિકાસકાર્યોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તાકીદ કરતા પ્રભારી મંત્રી  કુંવરજીભાઇ બાવળિયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. 

જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ના ( વિવેકાઘીન જોગવાઇ(સામાન્ય), (અનુ.જાતી પેટા યોજના), ૫% પ્રોત્સાહક, વિવેકાધીન નગરપાલીકા) વગેરે યોજનાઓમાં વિકાસના ૨૫૨ કામો માટે રૂા ૯૩૦.૮૪ લાખના કામોને મંજુરી આપવામાં આવી હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળની વિવિધ જોગવાઇઓ હેઠળ વર્ષ વર્ષ ૨૦૨૫-૨૬ના કામોની સમીક્ષા પણ કરવામાં આવી હતી અને સંસદ સભ્યશ્રી, ધારાસભ્યની ગ્રાન્ટના કામોની પણ સમીક્ષા તેમજ કામોને સમયાંતરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી.

પ્રભારી મંત્રીએ અધિકારીઓને જનવિકાસ કાર્યોને સમયસર શરૂ કરવા અને અગાઉના વર્ષના બાકી કામો તાકીદે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.  બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી ઝેડ.એ.બારૈયા દ્વારા સંકલિત માહિતી રજૂ કરાઈ હતી. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ધારાસભ્ય  મુળુભાઇ બેરા, ધારાસભ્ય હેમંતભાઈ ખવા વર્ચ્યુઅલ માધ્યમથી તેમજ ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારી  એચ.પી.જોશી, નાયબ કલેકટર રિદ્ધિ રાજ્યગુરુ, જિલ્લા આયોજન મંડળના નિરીક્ષક એન.આર. ટોપરાણી તેમજ તાલુકા પંચાયત, નગરપાલિકાના પદાધિકારીઓ,  અધિકારી, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News