રસીકરણ અંગે ગેરમાન્યતા દુર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે ૮ બાળકોનું રસીકરણ કર્યું 

  • February 03, 2024 02:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રસીકરણ અંગે ગેરમાન્યતા દુર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે ૮ બાળકોનું રસીકરણ કર્યું 

જામનગર તા.૩ ફેબ્રુઆરી, જામનગર તાલુકાના દરેડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળાંતર કરીને દરેડ ગામે વસતા મજૂરી કામ કરતાં લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે બાળકોને રસી આપવાથી તાવ આવી જાય , પગ સોજી જાય અને બાળક રડ્યા જ કરે. દરેડ આરોગ્યની ટીમ જ્યારે અહી બાળકોનું રસીકરણ કરવા પહોંચી ત્યારે બાળકોના પરિવારજનોએ ના પાડતાં આરોગ્યની ટીમ દ્વારા તેઓને રસીકરણ અને તેના ફાયદા વિષે સમજૂતી આપ્યા બાદ ૮ બાળકોને મીઝલ્સ રૂબેલા , ડી.પી.ટી , હિપેટાઈટિસ-B , ન્યુંમોકોકલ , પી.સી.વીની રસી આપવામાં આવી હતી. 

આ કામગીરી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા , તાલુકા હેલ્થ ઓફીસર ડો.જગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ એફ.એચ.ડબલ્યુ કાજલબેન રાવલીયા  ડાકોરા સુજાનાબેન દ્વારા કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application