હીટવેવમાંથી મુક્ત થયા બાદ તુરંત જ હવે તોફાની પવન માટેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતના આજથી પ્રતિ કલાકના 20 થી 30 કીલોમીટરની ઝડપે ધૂળની ડમરી ઉડાડતા તોફાની પવનો ફુકાશે અને આ માટે આજે અને આવતીકાલ એમ બે દિવસનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.઼
ઈસ્ટના મોટાભાગના રાજ્યોમાં પવનની ગતિ વધુ તેજ બનશે
જોકે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એ તોફાની પવનનું આવું એલર્ટ આગામી પાંચ થી સાત દિવસ માટે જાહેર કર્યું છે. રાજસ્થાન બિહાર જમ્મુ કશ્મીર લદાખ હિમાચલ પ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં પ્રતિ કલાકના 40 થી 50 કિલોમીટરની ઝડપે અને અમુક તબક્કે તે વધીને 70 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી ચેતવણી આપવામાં આવી છે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ નોર્થ ઈસ્ટના મોટાભાગના રાજ્યોમાં પવનની ગતિ વધુ તેજ બનશે.
દેશભરમાં ચોમાસુ સારું રહેશે
ગ્રામ્ય વિસ્તારના લોકો આ બાબતને ચૈત્રી દનૈયા તપવાની ગણાવી રહ્યા છે. હવામાન ખાતાના જાણકારો અને ગ્રામ્ય વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ ગઈકાલથી જ ચૈત્રી દનૈયા તપવાનું શરૂ થઈ ગયું છે. ચૈત્ર વદ પાંચમ થી શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ દનૈયુ ખૂબ સારું રહ્યું છે. દેશભરમાં ચોમાસુ સારું રહેશે અને સામાન્યથી વધુ વરસાદ પડશે તેવી આગાહી સ્કાયમેટ નામની ખાનગી સંસ્થા અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ જો નવમાંથી પાંચ ચૈત્રી દરમિયાન સારા તપે તો ચોમાસું સારું જશે.
તાપમાન ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે
હિટવેવ પૂરો થયા પછી મહત્તમ તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે અને હજુ ત્રણ દિવસ તાપમાન ઘટશે. પરંતુ ત્યાર પછી તેમાં ક્રમશઃ ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થશે, શુક્રવારે રાજકોટમાં 42.8 સુરેન્દ્રનગરમાં 42.5 ભાવનગરમાં 41.2 કંડલામાં 43.8 ભુજમાં 41 વડોદરામાં 40.6 વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ગાંધીનગરમાં 41.6 ડીસામાં 41.6 અને અમદાવાદમાં 42.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech