કેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી

  • April 19, 2025 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાના હેમિલ્ટન શહેરમાં બે જૂથો વચ્ચે થયેલી ફાયરિંગમાં પંજાબના તરનતારનની 21 વર્ષની યુવતીનું મોત થયું છે. યુવતી કેનેડામાં મોહૉક કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. તે રોજની જેમ બસ સ્ટોપ પર ઊભીને બસની રાહ જોતી હતી.


ત્યારે બે જૂથો બે અલગ-અલગ વાહનોમાં આવ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધી. વિદ્યાર્થી હરસિમરત પણ ગોળીબારની ઝપેટમાં આવી ગઈ. એક ગોળી તેની છાતી પર વાગી. ઘટનાના તરત બાદ હરસિમરતને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયત્નો છતાં તેની જાન બચાવી શકાઈ નહીં.


આ ઘટના 16 એપ્રિલની સાંજની છે, જેની સૂચના યુવતી હરસિમરત રંધાવાના ગામ ધૂંડામાં હવે મળી છે. આ જાણ થતાં જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ટોરોન્ટો સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે હરસિમરતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં આશ્વાસન આપ્યું છે કે તેમને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.


બીજી તરફ યુવતીના પિતાએ કહ્યું કે તેમને કોઈપણ સરકાર પાસેથી ન્યાયની કોઈ અપેક્ષા નથી. ન તો પોતાની સરકાર પાસેથી કોઈ માંગ છે અને ન તો વિદેશની સરકાર પાસેથી, કારણ કે જે હાલત પંજાબમાં છે, તે જ હાલત બહાર પેદા થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application